Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

સુરતની હોસ્પિટલ સામે પગલા ભરતા ટંકારામાં આવેદન

ટંકારા, તા.૬: સુરત શહેરમાં રહેતા અને મુળ ખીજડીયાની ૯ માં ધોરણ માં ભણતી હોનહાર , પ્રતિભાશાળી,અને હોંશિયાર એવી ધ્વની બાબુભાઈ ચૌહાણ ઉ.વ.૧૪ ને પેટમાં દુઃખાવો ઉપાડતા સુરતની પ્રાઇવેટ હોસ્પીટલમાં બપોરે ૨ વાગ્યે એડમિટ કરેલ પરંતું કોઇપણ જાતના ટેસ્ટ રિપોર્ટ કરાવ્યાં વગર નર્સબેન દ્રારા સતત ઈંજેકસનો જ આપ્યાં રાખ્યાં અને ડોકટર  આવ્યાં જ નહીં અને નર્સ મારફત ફોન ઉપર જ સુચના દીધાં રાખી. સાંજે વિદ્યાર્થીની ધ્વનિ ચૌહાણઅસહ્ય દુઃખાવા નાં કારણે કોમામાં ચાલી ગયેલ. છતાં પણ ડોકટર આવ્યાં નહીં અને ઉલ્ટાનાં પરિવાર જનોને ફોન ઉપર એલફેલ બોલવા લાગ્યા અને બેદરકારી રાખવા લાગ્યા. છેવટે ડોકટર રાત સુધી નાં આવતાં અને નર્સબેન દ્વરા ઓવરડોઝ દીધેલા ઈંજેકસનોનાં કારણે રાત્રે૯/૩૦વાગ્યે ડોકટરની ઘોર બેદરકારી નાં કારણે દિકરી મોત ને ભેટી.જે પોસ્ટ માર્ટમ રિપોર્ટમા સાબીત થાય છે. તો આ બે જવાબદાર ડોકટર, નર્સ સામે કઠોર પગલાં ભરી પરિવાર જનોને યોગ્ય ન્યાય અને વળતર અપાવવા અને હવે કોઈ બીજી દિકરી બેદરકારી નો ભોગ નાં બને તેં માટે જવાબદારો ને કડક સજા આપો. તેવું ટંકારા તાલુકાના બહુજન સમાજ પાર્ટીના આગેવાનો તથા સામાજીક કાર્યકરો, પ્રવીણભાઈ ચૌહાણ, હેમંતભાઈ ચાવડા, દિલીપભાઈ મકવાણા, નરસીભાઈ વરણ, જગદિસભાઈ ચાવડા,નરેશ ચૌહાણ,રમેસભાઈ સારેસા,મોહનભાઇ, ઉમેસભાઈ, છગનભાઈ,વિજયભાઈ વગેરે દલિત સમાજનાં સો એક જેટલા આગેવાન, કાર્યકરો,હાજર રહી રજુઆત કરેલ.

(1:25 pm IST)