Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

સુરેન્દ્રનગરના રાજકોટ બાયપાસ રોડ પર વાહન ચાલકોના વિસામાંના પગલે રોડ સિંગલ પટ્ટી બન્યો...ખાનગી ટ્રાવેલ્સો પેસેન્જરો લેવા માટે ઉભા રહેતા આ રોડ પર કલાકો સુધી ટ્રાફિક જામ

વઢવાણ, તા.૬: સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાંફિક જામ સજર્યા કરે છે.ત્યારે ખાસ કરી દિવાળીના તેવહારમાં સુરેન્દ્રનગર જિલ્લાની જાહેર જનતાને ટ્રાફિક જામની સમસ્યાઓનો ખૂબ સામનો કરવો પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના ખાસ કરી રાજકોટ રોડ ઉપર ટ્રાફિક જામ અવાર નવાર થાય છે. જેના કારણે કલાકો સુધી લોકોને ટ્રાફિકજામમાં સલવાય રહેવું પડે છે.

ખાસ કરી રાજકોટ સુરેન્દ્રનગર રોડ અવારનવાર બ્લોક થાય છે.અને લોકો ને સિંગલ પટ્ટી રોડ પર થી પાસાર થવું પડે છે.જેનું મુખ્ય કારણ આ રોડ પર વાહનચાલકો વિસામો કરે છે. અને પેસેન્જર ને બેસાડવા માટે ઉભા રહે છે.ત્યારે આ ના કારણે અવાર નવાર રોડ બ્લોક થાય છે.

ત્યારે આ હાઇવે પર જોરાવરનગર પોલીસ મથક બાર પોલીસ પોઇન્ટ મુકવા માં આવીયો છે.છતાં ખાનગી વાહનો ચોટીલા રાજકોટના ભરવા દેવામાં આવે છે.

મિલી ભગતના કારણે રોડ પર રાખી ને મોટા વાહનો પેસેન્જરો ભરે છે.

આ અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે..

(1:25 pm IST)