Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

પોરબંદર જિલ્લા કાંઠા વિસ્તારના ર૮ ગામોના ૧૪૯૬પ લોકોને સલામત સ્થળે ખસેડાયા

દરિયામાં ફીશીંગ માટે ગયેલ ૩૪૮૧ બોટ હેમખેમ કાંઠે પરત આવી : મહાવાવાઝોડા સામે તંત્ર એલર્ટ

પોરબંદર, તા. ૬ : પોરબંદર દરિયાકાંઠે 'મહા વાવાઝોડુ' ટકરાય તેવી સંભાવના સામે તંત્ર દ્વારા આગોતરા આયોજનથી જિલ્લાના કાંઠા વિસ્તારના ૧૪૯૬પ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહેલ છે.

કાંઠા વિસ્તારમાં કેટલાક સ્થળે અગરિયાઓને જરૂર મુજબ સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે.

સંભવિત વાવાઝોડા સામે તંત્ર એલર્ટ રહેલ છે અને દરિયામાં ફિશીંગમાં ગયેલ બોટોને પરત બોલાવવા સંદેશા જારી કરતા ૩૪૮૧ બોટો હેમખેમ કાંઠે પરત આવી ગયેલ છે.

કાંઠા વિસ્તારમાં કાચા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયેલ છે.

(1:21 pm IST)