Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ખંભાળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાંધી સંકલ્પ યાત્રાનું આગમન : ભવ્ય સ્વાગત

ખંભાળીયા, તા. ૬ : દેવભૂમિ જિલ્લાના ખંભાળીયા તાલુકામાં ગઇકાલે ભાજપ પ્રેરિત ગાંધી સંકલ્પ યાત્રાનું આગમન થયું હતું.

તાલુકા ના કેશોદ ગામેથી ગાંધી સંકલ્પ યાત્રા નીકળી હતી જયાં આ યાત્રાનું ભવ્ય સ્વાગત થયું હતું. ગાંધી ટોપી પહેરીને ગાંધીજીના વિચારો સાથે મોટી સંખ્યામાં ગ્રામ આગેવાનો પણ જોડાયા હતાં.

રામનગર, વિંઝાલપુર તથા કેશોદના ગ્રામજનો તથા વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ અને વિવિધ સમાજ દ્વારા સન્માન તથા સ્મૃતિ ચિહન આપીને સાંસદ પૂનમબેન માડમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગાંધીજીના સાદગી, સ્વચ્છતા, અહિંસા, સત્ય જેવા જીવન મૂલ્યો અપનાવવા તથા ગાંધી મૂલ્યો અને સિદ્ધાંતોને અપનાવીને આધુનિક પરિપ્રેત્યમાં તેનો ઉપયોગ કરવા સાંસદ પૂનમબેન માડમે અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં ગાંધી સંકલ્પ યાત્રા ઇન્ચાર્જ વીરપારભાઇ ગઢવી, પૂર્વ મંત્રી મુળુભાઇ બેરા, મયુરભાઇ ગઢવી, જિ.પં. શાસક જુથ નેતા, પૂર્વ તા.પં. પ્રમુખ ખીમભાઇ જોગલ, પૂર્વ જિ.પં. પ્રમુખ પાલભાઇ કરમૂર, પરબતભાઇ ભાદરકા, મનુભાઇ મોટાણી, રવજી ખીમા નકુમ, કાનાભાઇ કરમૂર, ઇન્દ્રજીતસિંહ પરમાર વિ. સાંસદ પૂનમબેન માડમ સાથે જોડાયા હતા.

ગાંધી સંકલ્પ યાત્રાના પગલે ગામડાઓમાં સાંસદ પૂનમબેન માડમે સુંદર સ્વચ્છતાનું વાતાવરણ પણ ઉભું કર્યું છે.(

(1:20 pm IST)