Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

'મહા' વાવાઝોડાની ચેતવણીના પગલે તંત્ર દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત

ખંભાળિયા તા.૬ : હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા મહા વાવાઝોડાની આગાહી કરવામાં આવેલ છે. જે મુજબ તા.૬ના મોડી રાતે તા.૭ના અને તા.૮  દરમિયાન દેવભુમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની મહતમ અસર થવાની સંભાવના છે. તથા ઉપર્યુકત દિવસો દરમિયાન ૭૦ થી ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના રહેલ છે. આથી જાહેર જનતાને દરીયાકાંઠાના વિસ્તારોમાં ન જવા તેમજ આ સમય ગાળા દરમિયાન શકય હોય ત્યાં સધુી મુસાફરી ટાળવા આગ્રહ પુર્વક જણાવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન જીવન જરૂરીયાતની વસ્તુઓ જેવી કે, ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પીવાનું પાણી, જરૂરી દવાઓ, અગત્યના ડોકયુમેન્ટસ વિગેરે જેવી વસ્તુઓ એકત્ર કરી હાથવગી રાખવા તેમજ જરૂર જણાયે તે તમામ વસ્તુઓ સાથે સલામત સ્થળે ખસી જવા જાહેર જનતાને જણાવવામાં આવે છે. વાવાઝોડાનો સમયગાળો અતિ સંવેદનશીલ હોય વાવાઝોડા દરમિયાન અફવાઓ ન ફેલાવવા તેમજ રેડીયો, ટીવી, સમાચાર પત્રો વિગેરેથી સાચી માહિતી મેળવતા રહેવા અને સરકાર - વહીવટી તંત્ર તરફથી આપવામાં આવતી સુચના મુજબ વર્તણુંક કરવા જાહેર જનતાને જણાવવામાં આવે છે. વાવાઝોડાનો સમયગાળો અતિ સંવેદનશીલ હોય વાવાઝોડા દરમિયાન અફવાઓ ન ફેલાવવા તેમજ રેડીયો, ટી.વી., સમાચાર પત્રો વિગેરેથી સાચી માહિતી મેળવતા રહેવા અને સરકાર - વહીવટી તંત્ર તરફથી આપવામાં આવતી સુચના મુજબ વર્તણુંક કરવા જાહેર જનતાને અપીલ કરવામા આવે છે.

આમ છતાં, દેવભુમિ દ્વારકા જિલ્લાની જનતાને આપાતકાલીન સમયમાં સહાય મેળવવા માટે દેવભુમી દ્વારકા જિલ્લાના કલેકટર કચેરીના ડીઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ નં.૦ર૮૩૩ ર૩ર૧રપ - ર૩ર૦૮૪ તેમજ ટોલ ફ્રી નં. ૧૦૭૭ પર સંપર્ક કરવા અથવા તો જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ નં. ૦ર૮૩૩ ર૩ર૦૦ર પર સંપર્ક કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

(1:19 pm IST)