Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ભવનાથમાં ફાયરીંગથી સાધુના મોત મામલે એક સાધુની ધરપકડ

અન્ય સાધુની પોલીસ દ્વારા શોધખોળ

જુનાગઢ તા.૬: ભવનાથમાં ફાયરીંગથી સાધુના મોત મામલે પોલીસે એક સાધુની ધરપકડ કરી અન્ય સાધુની શોધખોળ હાથ ધરી છે.

ગઇકાલે જુનાગઢના ભવનાથ ખાતે કેવલગીરી ગૂરૂ કમલગીરી નામના સાધુએ રિવોલ્વરમાંથી ગોળી છોડીને આપઘાત કરી લીધાની વિગતો પ્રકાશમાં આવી હતી.

 પરંતુ રાજ સ્થાનના દાતલાવાસના નાગા સન્યાસી સાધુ ઓમગીરી ગુરૂ મહંતશ્રી ગીરધરગીરી (ઉ.વ.૬૦) તેમજ તેમના ભત્રીજા ચેલા કેવલગીરી ગુરૂ કમલગીરી (ઉ.વ.૪૦) વગેરે સંતો ગિરનારની પરિક્રમા આવેલ.

ગઇકાલે સવારે ભવનાથ ખાતે જુના અખાડા વગેરેના દર્શન કરી તમામ સંતો ભવનાથ મંદિર પાછળ આવેલ એક જગ્યા ખાતે બેઠા હતા.

ત્યારે જીતેન્દ્રભારતી ઉર્ફે સૌરવગીરી ગુરૂ પ્રેમભારતી (નિરંજની અખાડા)ની લોડેડ પિસ્તોલ રાજનારાયણગીરી ઉર્ફે લંબુગીરી ઉર્ફે મોહનગીરી ભવનાથવાળાએ લઇ કેવલગીરીને છાતીમાં ભાગે ગોળી વાગતા તેઓ લોહીલોહાણ થઇ ગયા હતા.

આ સાધુને તાત્કાલિક સિવીલમા સારવાર માટે ખસેડવામાં આવેલ પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવેલ.

આ બનાવના પગલે એસપી સૌરભસિંઘ, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા વગેરે દોડી ગયા હતા.

આ બારામાં ઓમગીરી ગુરૂ મહંતશ્રી ગીરધરગીરીની ફરિયાદ લઇ રાજનારાયણગીરી ઉર્ફે લંબુગીરીની ધરપકડ કરી હતી.

ડીવાયએસપી શ્રી જાડેજાના જણાવ્યુ મુજબ આજે લંબુગીરીનો રીમાન્ડ ઉપર મેળવાશે અને જીતેન્દ્રભારતીની ધરપકડ માટે પીએસઆઇ પી.વી.ધોકડીયા તપાસ ચલાવી રહ્યા છે.(

(1:11 pm IST)