Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ગિરનાર તિર્થક્ષેત્રનાં સંત તથા વનઅધિકારીઓ પરીક્રમા રૂટની મુલાકાતે

જૂનાગઢ :  ગિરીવર ગીરનારની ગોદમાં કારતક સુદ ૧૧ થી કારતક સુદ પુનમ સુધી લીલી પરિક્રમા યોજવામાં આવે છે.  પરીક્રમા એ ધાર્મિક મહાત્મય ધરાવતી યાત્રા હોય આ પરીક્રમા પથનું સાધુ સંતો દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવે છે જેમાં રૂટ/માર્ગ મરામતની કામગીરી, પીવાનાં પાણીની સવલતો, ટ્રાફીક ધરાવતા પગકેડીઓ પર વિજ વ્યવસ્થા, યાત્રકો માટે સહાયતા માહિતી કેન્દ્ર, અને આોરગ્ય લક્ષી સુવિધાઓની વ્યવસ્થાઓ નિહાળવા માટે પરિક્રમા રૂટ ઉપર પરિભ્રમણ કરવામાં આવે છે. નાયબ વન સંરક્ષક સુનીલ બેરવાલ અને મદદનીશ વન સંરક્ષકશ્રી બી.કે.ખટાણા દ્વારા સાધુ (૧)  જયશ્રીકાનંદગીરીજી મહારાજ ગીરનારશ્રી પંકજીના અખાડા પીઠાધીશ્રર, (૨) મહંત તનસુખગીરીજી મહારાજ, મોટા પીર બાવા અંબાજી (૩) મહંતસીધ્ધેશ્વર ગીરીજી (૪) મુકતાનંદગીરીજી મહારાજ, મહામંત્રી પંચદશનામજીના અખાડા જુનાગઢ (૫) રામગીરીજી મહારાજ મંત્રીશ્રી પંચ દશનામ જુના અખાડા (૬) દિનેશાનંદજી, અગ્નિ અખાડા થાણાપતિ (૭) સંતોષગીરીજી સેક્રેટરીજીના અખાડા (૮) મહંત વિજયાનંદજી, જડેશ્વર મહાદેવ (૯) મહંત ગંગદાસજી, ઉદાસી પચાપતિ બડા અખાડા (૧૦)  કિશોરપુરીજી શ્રી ગીરનાર મંડળ આશાપુરા મઢ મંદિર કોટવાર (૧૧) મહંત પવનગીરીજી અટલ અખાડા (૧૨) પુજારી ભુવનેશ્વરગીરીજી વગેરે દ્વારા સમગ્ર પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરીને વન વિભાગ દ્વારા યાત્રિકોની સુવિધા માટે કરવામાં આવેલી કામગીરીને બિરદાવીને સંતોષ વ્યકત કરેલ છે.(

(1:10 pm IST)