Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ભાવનગરમાં કુસ્તી-લોન ટેનીસ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકો

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની લોનટેનીસ ટીમે આંતર કોલેજ સ્પર્ધામાં ભાગ લઇ હરિફ ટીમોને પરાજિત કરી ચેમ્પીયનશીપ મેળવેલ છે. સ્પર્ધકોને સંસ્થાના ટ્રસ્ટી ભરતસિંહજી ગોહિલ અને ડાયરેકટર રવિન્દ્રસિંહ સરવૈયાએ શુભેચ્છા પાઠવી હતી.  આ ઉપરાંત આજ કોલેજની વિદ્યાર્થીનીઓ કુસ્તી સ્પર્ધામાં પણ ચેમ્પીયન બની હતી તે પ્રસંગની તસ્વીરમાં વિજેતા બહેનોે નજરે પડે છે. (તસ્વીર વિપુલ હિરાણી ભાવનગર)

(12:03 pm IST)