Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

શિવકથા જીવ અને શિવનું એકતા મિલન કરાવે છે : માધવગીરી બાપુ

ફલ્લામાં ધમસાણિયા પરિવાર દ્વારા ચાલતી શિવ કથા

ફલ્લા તા.૬ : ધમસાણિયા પરિવાર દ્વારા ચાલતી શિવકથામાં કથાકાર માધવગીરીબાપુએ શિવ કથા જીવ અને શિવનું એકતા મિલન કરાવે છે.

ફલ્લા હાલ જામનગર રહેતા દિપકભાઇ ધમસાણીયા પરિવાર દ્વારા શિવકથાનુ આયોજન કરાયુ છે. વ્યાસપીઠ પર માધવપુર ઘેડના શિવકથાકાર માધવગીરીબાપુ બિરાજીને શ્રોતાઓને શિવકથાનું રસપાન કરતા જણાવેલ કે, શિવ મહાપુરાણ કથા એટલે મહાદેવની પ્રતિતિ ઓળખાણ ભગવાન શિવ એટલે કલ્યાણનું સ્વરૂપ અને બેજાના કલ્યાણનો વિચાર જ ભગવાન શિવનું પૂજન અભિષેક છે. શિવ મહાપુરાણ કથા કલીકાળમાં જન્મેલા મનુષ્ય મનને નિર્મળ કરવાનુ અમોઘ શસ્ત્ર છે. મહાદેવની કથા સંસારમાં આધી વ્યાધી અને ઉપાધી રૂપી ત્રિવિધ તાપમાં શાંતી આપનાર છે. શિવકથામાં મહાદેવના સ્વરૂપનું દર્શન છે. જે માનવને જીવનમાં કેમ જીવવુ તેમનો રાહ બતાવનાર છે.

ભગવાન શિવ જટાધર છે. જટા ગર્ભીત અર્થ છે જટાને જેમ ઉકેલવાનો પ્રયાસ કરો તેમ ગુચવાતા જશો માટે જીવનને જગતમાં ખુલ્લુ મુકી દો જેવા છો તેવા રહો.

ભગવાન શિવ ચંદ્રમૌલી છો શિવજી કલંકીતચંદ્રને પણ બીજરૂપે ધારણ કરે છે જે માનવ જીવનને શીખ આપે છે કે માનવમાત્ર ભુલને પાત્ર છે કોઇ મનુષ્ય કાંઇ ભુલ થાય તો તેમને તરછોડશો નહી એમને સુધારવાનો સમય આપો તેમનો પણ સ્વીકાર કરો.

ભગવાન શિવ ભુજંગ ભૂષણ છે. મહાદેવજી સર્પના અલંકારો ધારણ કરે છે આ સંસારમાં પણ આવા સર્પ જેવા ઝેરી માનસિકતાવાળા માણસો હોય છે તેનો પણ મહાદેવજીની જેમ ગળે લગાડી લેશો તો કમસે કમ તે ડંખ મારવાનુ ભૂલી જશો.

ભગવાન શિવ ભસ્મધારી છે. કાયા તથા માયાનું અભિમાન ન કરવુ કારણકે આ શરીર એક દિવસ પંચ મહાભૂતમાં વિલીન થઇ જશે રાખ ભેરી રાખ થઇ જશે માટે અભિમાન ન કરવો.

ભગવાન શિવ ત્રિશુલ ધારી છે. આ જગતમાં આધી વ્યાધી અને ઉપાધી રૂપી ત્રણ શુલ દુખ હોવા છતા પરમ શાંતિનો અનુભવ કરવો.

કથાકારે જણાવેલ કે ભગવાન શિવ વાઘચર્મ ઉપર બેસે છે મનના આસુરી ભાવને દબાવી રાખવા ભગવાન શિવના મંદિરમાં બધા વિરોધાભાસી હોવા છતા પણ મહાદેવના મંદિરના દર્શન કરતા પરિવારમાં મનભેદ હોવા છતા પણ સાથે રહેવાનુ સુચન કરે છે.

ભગવાન શિવનું વાહન નંદી માતાજીનું સિંહ ભગવાન શિવ સર્પ ધારણ કરે. ગણેશનુ વાહન ઉંદર, કાર્તિક સ્વામીનુ મોર બધા વિરોધાભાસી આત્મા પરમાત્મા છે. જીવ શિવ છે. આ જીવ શિવથી છુટો પડેલો અંશ છે. શિવકથા જીવ અને શિવની એકતા મીલન કરાવે છે અને જન્માંતરના અંતે આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે અને ભગવાનની કૃપા ઇચ્છતા દરેક મનુષ્યનો વ્યવહાર ભકિત અને સદાચારમય હોવો જોઇએ.

ખાલી માનવદેહ ધરવો તે મહત્વનું નથી પણ માણસે જાગૃતિ પુર્ણ જીવન જીવવુ જોઇએ. સત્સંગ કથા માણસને જીવન જીવવાની યુકતી શિખવાડે છે.

(12:02 pm IST)