Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

જેતપુરમાં જય જલીયાણનો નાદ ગુંજી ઉઠયો

નવાગઢ : લોહાણા મહાજનના પ્રમુખ દિપકભાઇ વણજારાની આગેવાનીમાં નવાગઢમાં સમાજની વાડીમાં પરંપરાગત રીતે જ્ઞાતિભોજન રૂપી પ્રસાદી જેતપુર પંથકના સૌ કોઇ રઘુવંશીઓએ જય જલારામના નાદ સાથે એક પાટલે બેસી આરોગીને પૂજા અર્ચના જેવા ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. જૂનાગઢ રોડ ઉપર શ્રી જલારામ મંદિર ખાતે પ્રમુખ વિજયભાઇ જીવરાજાનીની રાહબરી તળે અન્નકુટ, મહાઆરતીને રામધુન, પ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમની હારમાળા સર્જાઇ. ગાયકવાડી યુવક મંડળઙ્ગદ્વારા પરંપરાગત રીતે પૂ.બાપાની શોભાયાત્રાનું આયોજન હાથ ધરાયુ જે શોભાયાત્રા શહેરના રાજમાર્ગ ઉપર ફરી જલારામ મંદિરે પહોચી. પૂ. બાપાના ચરણોમાં શીશ ઝુકાવ્યુ હતુ. જેતપુર વિસ્તારના કર્મઠ વિધાયકને રાજયના યુવા મંત્રી જયેશભાઇ રાદડીયા, શહેર ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઇ રામોલીયા, રઘુવંશી શ્રેષ્ઠીને માર્કેટીંગ યાર્ડના ઉપાધ્યક્ષ હરેશભાઇ ગઢીયા, સાઇ લોહાણા મહાજન વાડી ખાતે ચાલી રહેલા સમુહ જ્ઞાતિ ભોજનમાં હાજરી આપી રઘુવંશી જ્ઞાતિના દર્શન કર્યા હતા જલારામ જયંતીની ઉજવણી કરાઇ તે તસ્વીરો

(12:01 pm IST)