Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘના બિલ્ડીંગ અને ચિલિંગ પ્લાન્ટનું સીએમના હસ્તે ખાતમુહૂર્ત

મોટી સંખ્યામાં હાજર રહેવા આહવાન કરાયું :મુખ્યમંત્રીને આવકારવા હળવદમાં દૂધ મંડળીના હોદ્દેદારોની બેઠક યોજાઇ

હળવદ,તા.૬: મંગળવારે અહીં આવેલ માર્કેટિંગ યાર્ડમાં હળવદ તાલુકાના દૂધ મંડળીના પ્રમુખ અને મંત્રીઓની બેઠક યોજાઇ હતી આગામી તારીખ ૭ ના રોજ મોરબી દૂધ ઉત્પાદક સંદ્યના બિલ્ડિંગના ખાતમુહૂર્ત પ્રસંગે આવતા મુખ્યમંત્રી ના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહેવા નક્કી કરાયું હતું

ગુજરાત રાજયના સૌપ્રથમ મોરબીમાં આવેલા એકમાત્ર મહિલાઓ સંચાલિત મહીલા દુધ સંઘ ની સ્થાપના કરવામાં આવી હતી જેના બિલ્ડીંગ અને ચીલીંગ પ્લાન્ટનું આગામી તારીખ ૭ ના રોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવનાર છેઙ્ગ સાથે સાથે મહિલા સહકાર સંમેલન પણ યોજાનાર હોય જેમાં મોટી સંખ્યામાં હાજર રહેવા જણાવાયુ છે. આ તકે મગનભાઈ વડાવીયા, નરેન્દ્રસિંહ રાણા,વિનોદભાઈ વામજા,હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ,દેવશી ભાઈ ભરવાડ,મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલ,ચંદુભાઈ સિહોરા તેમજ દૂધ સંદ્યના સિનિયર સુપરવાઇઝર બાબુલાલ પંચાલ,હળવદ બી.એમ.સી ના સુપરવાઇઝર ગૌરાંગભાઈ રામાનુજ,હાર્દિકભાઈ પંચાલ સહિતના દૂધ સંદ્યના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

(12:00 pm IST)