Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ઢાંકની દેનાબેંક અને પોસ્ટ ઓફીસમાં ૧પ દિવસથી બીએસએનએલની કનેકટીવીટીના ધાંધીયા ગ્રાહકો પરેશાન

ઢાંક, તા. ૬ :  ઉપલેટા તાલુકાના ઢાંક ગામે છેલ્લા ૧પ દિવસથી ઢાંકની પોસ્ટઓફીસ અને ઢાંકની દેનાબેંકમાં બીએસએનએલની કનેકટીવીટી આવતી નથી. ગ્રાહકોને પોતાના કામ માટે કલાકો સુધી લાઇનમાં ઉભુ રહુ પડે છે. છતાં પણ કામ થતા નથી. લોકોને પૈસા જમા કરાવવા તેમજ ઉપાડવા માટે તકલીફ પડી રહી છે. લોકોના કામકાજ ખોરવાઇ ગયા છે. લોકોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે. સરકારી તંત્ર વહેલી તકે બીએસએનએલની સેવા શરૂ કરાવે તેવી ગ્રામજનોની માંગણી છે.

(11:59 am IST)