Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

શહીદ વીર સુરેશ રાઠોડનું શહીદ સ્મારકનું નિર્માણ

લાઠીના જરખીયા ગામના રાષ્ટ્રપ્રેમને સો-સો તોપની સલામ

અમરેલી,તા.૬: અમરેલી જીલાના લાઠી તાલુકાના જરખીયા ગામના શહીદ વીર જવાન સુરેશ મગનભાઈ રાઠોડ તા.૨૮/૬/૨૦૧૭ ના રોજ શહીદ થતા તેમના માન સન્માન મા એક શહીદ સ્મારક નુ જરખીયા ગામે નિમાણઁ કરવામાં આવેલ તેનુ લોકાર્પણ તા.૩/૧૧/૨૦૧૯ રવિવારે સવારે ૯-૩૦ કલાકે યોજાયેલ આ લોકાર્પણ સમારોહ મા અમદાવાદ થી સી.આર.એફ ની બટાલીયન ના જવાનો,પોલીસ જવાનો તેમજ જરખીયા ગોવિદપરા સુરગપરાના અગ્રણીઓમા સુરત જય જવાન નાગરિક સમિતિ ના ટ્રસ્ટી(વૃક્ષપ્રેમી)દેવચંદભાઇ જે.કાકડીયા, અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ શેઠ મનુભાઇ ગોબરભાઈ કાકડીયા,જીતુભાઇ વાળા (અમરેલી જીલ્લા કોગ્રેસ અગ્રણી અડતાલા),સરપંચ હરેશભાઈ કાકડીયા,કાળુભાઇ વી.શેલડીયા (મહામંત્રી સુ સંસ્કાર દિપ યુવા મંડળ),કાળુભાઇ પી.કાકડીયા,દ્યુસાભાઇ હેરમા,રાવતભાઇ ડેર,મનહરભાઇ એન.કાકડીયા (પ્રમુખ મીરાનગર સો.સુરત),રેવાભાઈ (મુખી),ભરતભાઇ સુતરીયા,વીર શહીદ સુરેશભાઈ રાઠોડનાભાઇ જીતેન્દ્ર મગનભાઈ અને ગૌતમ મગનભાઈ રાઠોડ,માવજીભાઈ રાઠોડ,કાન્તિભાઇ રાઠોડ,, તેમજ સુરત અમદાવાદ વસતા જરખીયા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ ,વીર શહીદ સુરેશભાઈ રાઠોડના શહીદ સ્મારક તેમજ તકતી અનાવરણ તેમના માતુશ્રી હંસાબેન રાઠોડ અને પિતાજી મગનભાઈ ખોડાભાઇ રાઠોડના હસ્તે કરાયેલ.ઉપસ્થિત તમામ જંગી મેદનીએ તેમજ બટાલીયનના ફૌજીઓએ અને પોલીસમેનો દ્વારા વીર શહીદ સુરેશભાઈ રાઠોડના સ્મારક પર પુષ્પાંજલિ અપિઁત કરેલ.અદબભેર માન સન્માન સાથે રાષ્ટ્ર ગીતનુ ગાન કરવામાં આવેલ તેમજ અમદાવાદ થી પધારેલ સી આર પી કમાન્ડર વિનોદજી;શેઠ મનુભાઇ જી.કાકડીયા,કાળુભાઇ શેલડીયા દ્વારા શબ્દો દ્વારા વીર શહીદ સુરેશભાઈ રાઠોડને પુષ્પાંજલિ અપઁણ કરાયેલ સમગ્ર કાયઁક્રમનુ સંચાલન દેવચંદભાઇ જે.કાકડીયા દ્વારા કરવામાં આવેલ એમ નટવરલાલ ભાતીયાની યાદી જણાવે છે

(11:59 am IST)