Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

સાયલાના સોનપરીમાં ગાળો બોલવા મામલે સશસ્ત્ર બઘડાટીઃ ૬ ઘવાયા

રાજકોટના લોઠડાના લાખા દેવીપૂજક, તેના ભાઇ રાજૂ અને સામા પક્ષે હરેશ, તેની પત્નિ-પિતા-માતાને ઇજા

રાજકોટ તા. ૬: સાયલાના સોનપરી ગામે હલણ અને શેઢા તકરારમાં ગાળો બોલવા મામલે દેવીપૂજક પરિવારો વચ્ચે મારામારી થતાં છને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટના લોઠડા ગામે રહેતાં લાખા ભાદાભાઇ સોડમીયા (ઉ.૩૫) અને રાજૂ ભાદાભાઇ સોડમીયા (ઉ.૩૪)એ સોનપરી ગામે વાડી વાવવા રાખી હોઇ ગઇકાલે ત્યાં હતાં ત્યારે કરમશી સહિતનાએ લાકડીથી માર મારતાં રાજકોટ દાખલ કરાયા છે.

સામા પક્ષે સોનપરીના હરેશ કરમશીભાઇ વાઘેલા (ઉ.૨૨), તેના પિતા કરમશીભાઇ ધારશીભાઇ (ઉ.૪૫), માતા હેમુબેન (ઉ.૪૨) અને પત્નિ કાજલ હરેશ (ઉ.૧૯) પણ પોતાના પર લાખા ભાદા, હીરા ભાદા, રાજુ ભાદા સહિતનાએ ધારીયા-પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડાયાની ફરિયાદ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

હરેશના કહેવા મુજબ પોતે પરિવાર સાથે જે વાડીમાં રહીને મજૂરી કરે છે ત્યાં બાજુમાં લાખો અને તેના પરિવારજનો રહે છે. હલણ મામલે અમારી બહેન દિકરીઓને ગાળો દેવાતા બોલાચાલી થયા બાદ હુમલો થયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ સાયલા પોલીસને જાણ કરી હતી.

(11:58 am IST)