Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

હળવદના દેવળીયા પાસે બાઇક અકસ્માતમાં બિહારી યુવાનનું મોત

૨૮ વર્ષનો પિન્કૂ રામ હટાણુ કરવા જતો'તો ત્યારે રસ્તામાં અજાણ્યા વાહને ઉલાળી દીધો'તોઃ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૬: હળવદમાં અમિત સિડ્સમાં કામ કરતો અને ત્યાં જ રહેતો મુળ બિહારનો પિન્કૂભાઇ શત્રુઘ્નભાઇ રામ (ઉ.૩૦) નામનો બિહારી યુવાન ૩/૧૧ના રોજ દેવળીયા નજીક બાઇક હંકારીને જતો હતો ત્યારે કોઇ વાહનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ મોડી રાતે દમ તોડી દીધો હતો.

મૃતક માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. હળવદથી દેવળીયા હટાણુ કરવા જતો હતો ત્યારે બનાવ બન્યો હતો. તેના મોતથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:57 am IST)