Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

જામજોધપુરના બાલવા ગામની સીમમાં રાણીયાનેશમાં દારૂ તથા આથો ઝડપાયો

જામજોધપુર, તા. ૬ :. જામનગર જીલ્લાના પોલીસ વડા શરદ સિંઘલના માર્ગદર્શન અને ઈન્ચાર્જ પો. ઈન્સ. કે.કે. ગોહીલ એલસીબીનાઓની સૂચના મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. પ્રતાપભાઈ ખાચર તથા હરદીપભાઈ ધાધલ તથા હરપાલસિંહ સોઢાને મળેલ હકીકત આધારે જામજોધપુર તાલુકાના બાલવાગામની સીમમાં આવેલ રાણીયારાનેશમાંથી આરોપી (૧) ભીખાભાઈ અમરાભાઈ રબારી તથા (૨) ભરતભાઈ ગાગાભાઈ રબારી રહે. બન્ને રાણીયારાનેશ દેશી દારૂ બનાવી તથા જથ્થો રાખી વેચાણ કરે છે તેવી હકીકત આધારે રેઈડ કરતા દેશી પીવાના દારૂ લી. ૧૦ કિં. રૂ. ૨૦૦ તથા આથો લી. ૨૪૦૦ કિં. રૂ. ૪૮૦૦ તથા સાધનો મળી કુલ કિં. રૂ. ૧૦,૯૦૦નો મુદ્દામાલ પકડી પાડી કબ્જે કરી પો. હેડ કોન્સ. પ્રતાપભાઈ ખાચરની ફરીયાદ આધારે એ.એસ.આઈ. સંજયસિંહ વાળાએ આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આરોપી (૧) ભીખાભાઈ અમરાભાઈ રબારી તથા (૨) ભરતભાઈ ગાગાભાઈ રબારી રહે. રાણીયારાનેશને પકડવાની કાર્યવાહી ચાલુ છે.

આ કાર્યવાહી પો.સ.ઈ. આર.બી. ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઈ દલ, ખીમાભાઈ ભોચીયા, હીરેનભાઈ વરણવા, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, અશોકભાઈ સોલંકી, મિતેશભાઈ પટેલ, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, લખમણભાઈ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(11:56 am IST)