Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

વહેલી સવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડક સાથે ઝાકળવર્ષા

ભેજનું પ્રમાણ વધતા મોડી રાત્રીના અને વહેલી સવારે શિયાળા જેવું હવામાન

રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઉપર ઝાકળવર્ષા થયેલ નજરે પડે છે.

રાજકોટ, તા. ૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં અસ્થિરતા વચ્ચે આજે વહેલી સવારે ઝાકળવર્ષા વચ્ચે ઠંડીના ચમકારાનો અનુભવ થઇ રહ્યો છે.

મોડી રાત્રીના અને વહેલી સવારના ઠંડક સાથે શિયાળા જેવી રૂતુનો અહેસાસ થઇ રહ્યો છે.

આજે વહેલી સવારના સમયે ભેજનું પ્રમાણ વધતા ઝાકળવર્ષાનો અનુભવ થયો હતો.

રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઉપર પણ ભારે ધુમ્મસ છવાયેલુ રહેતા વાહન વ્યવહારને તકલીફ પડી હતી અને સવારે પણ લાઇટો ચાલુ રાખીને વાહનો ચલાવવા પડતા હતા.

જો કે સવારે સૂર્યનારાયણના દર્શન થતાંની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ ગયું હતું અને જેમ જેમ દિવસ પસાર થતો હતો તેમ તેમ ગરમીની અસર વધવા લાગી હતી.

જામનગર

 જામનગર શહેરનું આજનું હવમાન ૩૧.પ મહત્તમ, ર૩.૪ લઘુમત, ૯પ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩.ર પ્રતિ કલાક પવનની ગતિ રહી છે.

(11:50 am IST)