Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

કચ્‍છમાં પરિવાર સાથે મળીને પ્રેમિકાએ પ્રેમીની હત્‍યા કરી

રાપરમાં બે પરિણીત પ્રેમીઓ વચ્‍ચે એકાએક ખેંચતાણ સર્જાતા બંનેના પ્રેમનો કરૂણ અંત

ભુજ, તા.૬:  બે પરિણીત પ્રેમીઓ વચ્‍ચે એકાએક ખેંચતાણ સર્જાતા બન્નેના પ્રેમનો કરુણ અંત આવ્‍યો હતો. આદિપુરમાં શાકભાજીનો વ્‍યાપાર કરતા દિનેશ સવશી દેવીપૂજક અને તેની પાસેથી શાકભાજી ખરીદતા મમતાબેન નરેશ ભાટિયા (વાળંદ) વચ્‍ચે પ્રેમ થયો હતો.

બંને પ્રેમીઓ પરિણીત હતા. જોકે, આ પ્રેમ સબંધ માં મમતાને તેના પતિએ છોડી દેતા તે માવતરે રાપર રહેતી હતી, જયારે દિનેશ તેના પરિવાર સાથે આદિપુર રહીને મમતાને અવારનવાર મળવા જતો હતો. તે વચ્‍ચે ગઈકાલે દિનેશને મમતાએ મળવા બોલાવ્‍યો હતો. જયાં પોતાના દ્યરે જ મમતાએ પોતાની માતા, પિતા અને ભાઈ સાથે મળી દિનેશને બોથડ પદાર્થના દ્યા મારી તેની હત્‍યા કરી દીધી હતી. ત્‍યારબાદ જાતે જ મમતાએ પોલીસને જાણ કરી હતી.

જેને પગલે પોલીસે મમતા અને તેની માતાની અટક કરી લીધી છે. જયારે અન્‍ય બે આરોપીઓ મમતાના પિતા અને ભાઈ ફરાર છે. મમતા અને દિનેશ બન્ને આઠ મહિના પોતાના પરિવારને મૂકીને સાથે નાસી ગયા હતા. જોકે, આ પ્રેમ સબંધનો કરૂણ અંત આવ્‍યો છે.

 

(11:53 am IST)