Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ધોરાજી સરકારી હોસ્‍પિટલમાં નિષ્‍ણાત ડોકટરોની નિમણૂંક કરવા માંગણી

ધોરાજી, તા. ૬ : સરકારી હોસ્‍પિટલમાં નિષ્‍ણાંત ડોકટરોની નિમણૂંક કરવા માંગણી ઉઠી છે.

ધોરાજી તથા જામકંડોરણા તેમજ આજુ બાજુના ગ્રામ્‍ય વિસ્‍તારો માટે આશિર્વાદ સમાન ધોરાજી સરકારી હોસ્‍પિટલમાં સર્જન એમ.ડી. ફિઝીશીયન, ઓર્થોપેડીક, ગાયનેક, બાળરોગ નિષ્‍ણાંત દાંતના ડોકટર, આંખના ડોકટર, તેમજ રેડીયોલોજીસ્‍ટ અને ફિઝીયોથેરાપીસ્‍ટ સહિતના ડોકટરની નિમણૂંક કરવા અંગે ધોરાજીની જુદી જુદી સંસ્‍થાઓ અને સામાજીક આગેવાનોએ આ અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં નિમણૂંક કરવામાં આવવાની અને અત્‍યારે તાવ શરદી અને ડેન્‍ગ્‍યુના રોગચાળાએ માજા મૂકી છે. આ અંગે પણ યોગ્‍ય કરાય એવી લોક માંગ ઉઠી છે.

(10:46 am IST)