Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

કચ્‍છમાંથી ૨૧ હજાર લોકોના સ્‍થળાંતર માટે તંત્ર સજ્જ

લખપત-દયાપર-નિરોણા-લોરીયા પંથકમાં ધોધમાર ૨ ઇંચઃ વીજળીએ યુવકનો ભોગ લીધો

તસ્‍વીરમાં કલેકટરશ્રીની અધ્‍યક્ષતામાં મળેલી મીટીંગ નજરે પડે છે

ભુજ, તા.૬: આજે અથવા કાલે મહા વાવાઝોડું દરિયામાં સમાય તેવી શકયતા વચ્‍ચે કચ્‍છમાં તંત્ર સજ્જ છે. જિલ્લા કલેકટર નાગરાજને કચ્‍છના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસરો અને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટના અધિકારીઓ સાથે બેઠક યોજીને મહા વાવાઝોડાની સંભવિત આપત્તિને પહોંચી વળવા વિશે ચર્ચા કરી હતી.

કલેકટરે અત્‍યાર સુધીની કામગીરીની સમીક્ષા કરી હતી, કચ્‍છમાં વાવાઝોડું ત્રાટકે એવી શક્‍યતા નથી પણ તેમ છતાંયે જો કોઈ મુશ્‍કેલી આવી પડે તો તે માટે જરૂરી નિર્દેશો આપી સૌ અધિકારીઓ, કર્મચારીઓને સજ્જ રહેવા જણાવ્‍યું હતું. જો, શ્નજ્રાઈંક્ર આપત્તિ' આવી પડે તો કચ્‍છના કાંઠાળ વિસ્‍તારમાં રહેતા અને આ આપત્તિથી પ્રભાવિત થઈ શકે તેવા ૨૧ હજાર લોકોને સ્‍થળાંતર કરવા માટે અલગ તારવી લેવાયા છે.

કચ્‍છમાં અત્‍યારે જિલ્લા અને તમામ તાલુકા કક્ષાએ કન્‍ટ્રોલ રૂમ ચાલુ કરી દેવાયા છે. દરિયામાં અત્‍યારથી જ કરંટ વરતાઈ રહ્યો છે, ત્‍યારે સાવચેતીના પગલાં રૂપે કચ્‍છના તમામ બંદરો યલો એલર્ટ સાથે સાબદા છે. કોસ્‍ટગાર્ડ, મરીન પોલીસ પણ સતર્ક છે.

કચ્‍છમાં કાલે ૫ મીએ જ કચ્‍છમાં સાંજે લખપત અને પાવરપટ્ટીના નિરોણા વિસ્‍તારમાં તોફાની વરસાદ પડ્‍યો હતો. સાંજે એકાએક લખપત, દયાપર અને નખત્રાણાના પાવતપટ્ટીના નિરોણા, લોરીયા વિસ્‍તારમાં હવામાન પલટાઈ ગયું હતું.

લખપત અને દયાપરમાં તો એકાદ કલાકમાં જ ધોધમાર બે ઇંચ વરસાદ વરસી ગયો.હતો. તો, નિરોણા અને લોરીયા પંથકમાં તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્‍યો હતો. લોરીયા ગામની સીમમાં વીજળી પડતાં સલીમ મીઠુ દ્યોદ્યા નામના ૩૫ વર્ષના યુવાનનું મોત નીપજયું હતું.

તો, કચ્‍છના જખૌ, પિંગલેશ્વર અને માંડવીના દરિયામાં પવન સાથે દરિયામાં કરંટ અનુભવાયો હતો. આજે જિલ્લા કલેકટર નાગરાજને ભુજમાં વાવાઝોડાની સમીક્ષા અને તંત્રની સજ્જતા વિશે જાણકારી મેળવી હતી.

કચ્‍છમાં તંત્ર કોઈ પણ પ્રકારની સંભવિત આપત્તિને પહોંચી વળવા સજ્જ હોવાનું, જિલ્લા મથક ઉપરાંત તાલુકા મથકોએ પણ કંટ્રોલ રૂમ કાર્યરત હોવાનું અને જખૌમાં તમામ બોટ કિનારે આવી ગઈ હોવાનું કલેકટરે જણાવ્‍યું હતું

(10:50 am IST)