Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

જામનગરમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા બે શખ્શોની ધરપકડ :ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ ટીમનો દરોડો

રાજ્યવ્યાપી ક્રિકેટના સટામાં જામનગરના બે બુકી ,રાજકોટના બે તેમજ એક અમદાવાદના બુકીનું નામ ખુલ્યું

જામનગર: ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 20 20 ક્રિકેટ મેચ રમાય રહ્યો હોય ત્યારે જામનગર શહેરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બે શખ્સોની ધરપકડ થઇ છે ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ (વિજિલન્સ) ટીમે દરોડો પાડ્યો હતો

 આ અંગે મળતી વિગત મુજબ જામનગર શહેરના રામેશ્વરનગર શિવમ એપાર્ટમેન્ટમાં  આ દરોડાની કાર્યવાહી માં બે શખ્સોની સટ્ટો રમાડવાના સાધનો સહીત 1.10 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ છે રાજ્ય વ્યાપી ક્રિકેટના આ સટામાં જામનગરના બે બુકી સહિત રાજકોટના બે તેમજ એક અમદાવાદના બુકીનું નામ પણ ખુલ્યું છે. જ્યારે અન્ય 12 આરોપીઓ ફરાર છે. 

   જામનગર શહેરમાં રામેશ્વરનગર મંદીર પાસે શિવમ એપાર્ટમેન્ટમાં બાતમીના આધારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ (વિજિલન્સ) ટીમે દરોડો પાડ્યો હતો. દરોડામાં ઘરમાંથી ભગીરથસિંહ ઉર્ફ સન્ની જયેન્દ્રસિંહ જાડેજા, મનીષ ગુલાબરાય કાનાણીની ક્રિકેટ સટ્ટાના જુગાર રમાડતા રંગે હાથ ઝડપાયા હતા. દરોડામાં લેપટોપ, મોબાઇલ, પેન ડ્રાઇવ સહિત કુલ 1,10,215 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. ઉપરાંત 12 જેટલા આરોપીઓના પણ નામ ખુલ્યા છે. હાલ આ તમામ આરોપીઓ ફરાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ દરોડાથી જામનગર સીટી બી ડિવિઝન પોલીસ, એલસીબી અને આરઆરસેલની ટીમ ઉંઘતી ઝડપાઇ છે

(12:35 am IST)