Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ઉનામાં દિવ્યાંગ વ્યકિતઓને રસ્તો ઓળંગવા માટે મદદ કરતી ટ્રાફિક પોલીસ

ઉના તા.૬: અહીં ટાવર ચોકમાં દિવાળીનાં તહેવારોને લીધે ટ્રાફિક રહે છે. ત્યારે સામાન્ય માણસોને પણ રસ્તો ઓળંગવામાં મુશ્કેલી પડે છે. ત્યારે દિવ્યાંગ વ્યકિતઓ વધુ મુશ્કેલી અનુભવે છે.

ટાવર ચોકમાં ટ્રાફિકમાં ફસાયેલા દિવ્યાંગ વ્યકિતઓને ખુદ ટ્રાફિક પોલીસ રસ્તો ઓળંગવામાં મદદ કરે છે. ટ્રાફિક પોલીસનાં આ પ્રેરક કાર્યને લોકોએ આવકારેલ છે.(૧.૬)

(12:09 pm IST)