Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ગોંડલ મારામારીના ગુનામાં નાસતો ફરતો આરોપી જામવાડી ચોકડી પાસેથી ઝડપાયો

ગોંડલ: આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતો અને મારામારીના ગુનામાં નાસતો ફરતો આરોપી જામવાડી ચોકડી પાસે હોવાની બાતમીનાં આધારે એલસીબી પોલીસે વોચ ગોઠવી ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી

પ્રાપ્ત વિગતો મુજબ આવાસ યોજના ક્વાર્ટર નંબર ૧૮૦માં રહેતો એજાજ ઉર્ફે કેસેટ યુસુફભાઈ સલોટ ઉંમર વર્ષ 21 નેશનલ હાઇવે જામવાડી ચોકડી દ્વારકાધીશ હોટલ પાસે હોવાની એલસીબી પોલીસને બાતમી મળતા વોચ ગોઠવી પીઆઇ ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનિલભાઈ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ સહિતના ઓએ ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

(1:11 am IST)