Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

મોરબીમાં ચુંટણી આચારસંહિતા પૂર્વે મંજુર કામો પૂર્ણ કરવા સામાજિક કાર્યકરની માંગ હસુભાઈ ગઢવીએ રાજ્યમંત્રીને રજૂઆત કરી.

મોરબી : ગુજરાત વિધાનસભા ચુંટણીને આડે હવે થોડા દિવસો બાકી રહ્યા છે અને ચુંટણી જાહેરાત ગમે ત્યારે થઇ સકે છે ત્યારે મોરબીના સામાજિક કાર્યકરે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ  મેરજા સાથે મુલાકાત કરીને ચુંટણી પૂર્વે મંજુર થયેલા કામો વહેલી તકે પૂર્ણ કરવા માંગ કરી છે

સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ રજૂઆતમાં જણાવ્યું છે કે વિધાનસભા ચુંટણી આવી રહી છે અને આચાર સંહિતા લાગુ પડી જશે ત્યારે મોરબી જીલ્લાના મંજુર થયેલા કામો વહેલી તકે શરુ થાય તે જરૂરી છે મોરબીમાં મોરબી-હળવદ ફોરલેન રોડ, મોરબી-જેતપર રોડ, મહેન્દ્રનગર ઓવરબ્રિજ, વાઘજી બાપુના બાવલા પાસે ઓવરબ્રિજ કામ અને સેન્ટ મેરી સ્કૂલ પાસે રેલ્વે ઓવરબ્રિજ સહિતના કામો ઉપરાંત રાજકોટ મોરબી રોડ પર બાકી રહેલા ઓવરબ્રિજ કામો વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી છે.

(10:28 pm IST)