Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

હર્ષદ રિબડીયાએ ભાજપમા જોડાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની શુભેચ્છા મુલાકાત લીધી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.6 : વિસાવદર-ભેસાણના કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામુ આપી આજે કમલમ ખાતે વિધિવત ભાજપમા જોડાયેલા હર્ષદભાઇ રિબડીયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
કમલમ ખાતે હર્ષદભાઇ રિબડીયાને પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ સંગઠનના પ્રદેશ પદાધિકારીઓ વિનોદભાઈ ચાવડા,ઋત્વિકભાઇ પટેલ,ભરતભાઈ  ડાંગર,જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમા ખેસ પહેરાવી વિધિવત ભાજપમા પ્રવેશ આપ્યો હતો

(8:41 pm IST)