Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

પોરબંદરમાં ડીમોલેશન કામગીરીમાં અડચણરૂપ થનારા ૧રપ વ્‍યકિતઓ તથા ૧ હજારના ટોળા સામે ગુન્‍હો

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૬ :  દરગાહ નજીક તંત્ર દ્વારા ડીમોલેશન  કામગીરીમાં અડચણરૂપ થનારા ૧રપ વ્‍યકિતઓ સામે નામ જોગ તેમજ ૧ હજારના ટોળા સામે પોલીસે ગુન્‍હો નોંધ્‍યો છે.  શહેરમાં દરગાહ પાસે ડીમોલેશન બાદ વકીલ હારૂનભાઇ સાટીએ જણાવેલ કે દરગાહની કાયદેસરની રપ૦ વાર જગ્‍યા ગાંધીનગર વકફ બોર્ડમાં નોંધાયેલી છે. મુસ્‍લીમ અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ સંધારે જણાવેલ કે તંત્ર દ્વારા દબાણ હટાવી નોટીસ અપાયા બાદ તંત્ર દ્વારા ઉતાવળમાં  દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

દબાણ હટાવ કામગીરી સામે લોકોના ટોળા એકત્ર થઇ જતા પરિસ્‍થિતિ તંત્ર બનતા કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી જે કલમ ૧૪૪ હટાવી લેવામાં આવી છે.  દબાણ હટાવવામાં આવ્‍યું તે વિસ્‍તારોમાં પોલીસ બંદોબસ્‍ત મુકવામાં આવ્‍યો  છે. જેમાં જુનાગઢથી એક ડીવાયએસપી ગીર સોમનાથ જિલ્લામાંથી એક પોલીસ ટીમ, પીઆઇ તથા પીએસઆઇ સાથે તેમજ વધારાની ૧૯૧ પોલીસ અને ગીર સોમનાથ  એસઓજીનો બંદોબસ્‍ત જાળવવામાં આવેલ છે. (૯.૭)

(1:58 pm IST)