Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

મુંજીયાસર બસ સ્‍ટેશન ચોકમાં નવરાત્રી ઉજવાઇઃ ડેડાણ

મુંજીયાસર બસ સ્‍ટેશન ચોકમાં ગરબી મંડળ દ્વારા નવરાત્રી ઉજવવામાં આવી હતી.  વિસ્‍તારના ધારાસભ્‍ય અમરિષભાઇ ડેર દ્વારા ગામમાં ત્રણ ગરબી મંડળની બાળાઓને ઇનામ અપાયુ હતું તથા બસ સ્‍ટેશન ગરબી મંડળ ચોકમાં માતાજીની આરતી ઉતારવાનો લાભ લીધો હતો.તેમની સાથે ખાંભા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભરતભાઇ દુધાત(છોટે સરદાર) રાજકીય અગ્રણીઓ વિપુલભાઇ રાદડીયા, પિયુષભાઇ બોરીસાગર, ઘનશ્‍યામભાઇ કચ્‍છી, બહાદુરભાઇ હિરાણી, મોહસીન ખાન સહીતના જોડાયા હતા. આ ગરબીના આયોજકો બાલુભાઇ દુધાત, ભાનુભાઇ મકવાણા, જિજ્ઞેશભાઇ ફોજી, ભૌતિક ભાલીયા, મહેશ મકવાણા, સંદીપભાઇ મકવાણા, દર્શનભાઇ મકવાણા, ભુપતભાઇ, કાળુભાઇ દુધાત સહીતના અન્‍ય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.(તસ્‍વીર-અહેવાલ : બહાદુરઅલી હિરાણી ડેડાણ)

(1:55 pm IST)