Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

આતશબાજી સાથે જુનાગઢમાં ૩પ ફૂટનાં રાવણનુ દહન

શ્રી રામ વિજયોત્સવમાં આગેવાનો લોકોની વિશાળ ઉપસ્થિતી

(વિનુજોશી દ્વારા) જુનાગઢ તા.૬ :  ભવ્ય આતશબાજી સાથે જુનાગઢમાં ૩પ ફુટના રાવણનું દહન કરવામાં આવ્યું હતું.

હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત શ્રી રામ વિજયોત્સવની ઉજવણીના ભાગરૃપે ૩પ ફૂટના રાવણના દહનનો કાર્યક્રમ દશેરાની ઢળતી સાંજે અત્રેના મયારામજી આશ્રમ ખાતે યોજાયો હતો.

રાવણના વિરાટ પુતળાને ઉભુ કરવા માટે જેસીબીની મદદથી  લેવી પડી હતી. રાવણના પુતળામાં લગાવવામાં આવેલા રૃા.રપ હજારથી વધુની કિંમતના ફટાકડાની ભવ્ય આતશબાજીથી વાતાવરણ ઝળહળી ઉઠયુ હતુ.

જયશ્રી રામના ગગનભેદી નારા સાથે સંપન્ન થયેલા  શ્રી રામ વિજયોત્સવ પ્રસંગે મેયર ગીતાબેન પરમાર, ડે.મેયર ગીરીશભાઇ કોટેચા સ્ટેન્ડીંગ ચેરમેન હરેશભાઇ પરસાણા સહિત આગેવાનો અને પાંચ હજાર રામભકતો ઉપસ્થિત રહયા હતી.

(3:00 pm IST)