Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

લંડન નવરાત્રી પર્વની ઉજવણીમાં પુ.જેન્તીરામબાપાની ઉપસ્થિતિ

જુનાગઢ : ધુનડા સતપુરણધામ આશ્રમના સંત પુ. જેન્તીરામ ગઇકાલે લંડનનીયાત્રાએ ગયા છે. હેરોલંડનના ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શકિત સેન્ટર ખાતે રાજરાજેશ્વર ગુરૃજી દ્વારા દશેરાના દિવસે નવરાત્રી પર્વ નિમિતે રાસોત્સવનું આયોજન કરેલ છે. જેમાં ભારતીય ગુજરાતીઓ રાસની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે રાજરાજેશ્વર ગુરૃજીએ પુ. જેન્તીરામ બાપાનું સ્વાગત કરેલ અને બંન્ને સંતોએ ઉપસ્થિત સૌને આશિર્વાદ પાઠવ્યા હતા. (અહેવાલ  વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(12:13 pm IST)