Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રામમંદિર ખાતે વિજયાદશમી પર્વની ઉજવણી

વેરાવળ : પ્રભાસપાટણ શ્રી સોમનાથ ટ્રસ્ટના શ્રી રામમંદિર ખાતે વિજયાદશમી પર્વે ધ્વજાપુજા, શ્રી રામચંદ્ર ભગવાનની વિશેષ મહાપુજા જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા સાહેબના હસ્તે કરવામાં આવેલ. તેમજ સાંજના સમયે રામમંદિર ખાતે શાસ્ત્રી જશ્મીનભાઇ દવે ગ્રુપ દ્વારા સુંદરકાંડના પાઠ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારીશ્રી કર્મચારીઓ  દર્શને પધારેલા દર્શનાર્થીઓ પણ જોડાયેલ. સાંજના આરતી બાદ દર્શનાર્થીઓને પ્રસાદ વિતરણ કરવામાં આવેલ હતુ. (તસ્વીર : અહેવાલ : વેરાવળ - દેવાભાઇ રાઠોડ - પ્રભાસપાટણ) 

(12:12 pm IST)