Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ગુજરાતના દરિયાકાંઠે ઇરાની બોટમાંથી ૧ હજાર કરોડનું ડ્રગ્‍સ ઝડપાયુ ?

દેશ હિત માટે દરિયાકાંઠા ઉપર નજર રાખતા ડેન્‍જર અને ચાર્લીનો ઇશારોઃ ડ્રગ્‍સનો મોટો જથ્‍થો ચોક્કસ કયાં સ્‍થળે ઝડપાયો ? જેની સતાવાર વિગતો જાહેર કરાઇ નથીઃ રાજયની સુરક્ષા એજન્‍સીઓ પાસે કોઇ ડ્રગ્‍સ પકડાયાની માહીતી નથી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૬:  ગુજરાતના કોઇ દરીયા કાંઠે ઇરાની બોટમાંથી ૧ હજાર કરોડનો ડ્રગ્‍સનો મોટો જથ્‍થો ઝડપાયાનું દરીયાકાંઠા ઉપર દેશ હિત માટે નજર રાખતા ડેન્‍જર અને ચાર્લી તેમજ રોબર્ટ અને રોઝીએ તેના સર્વે  ઉપરથી ઇશારો કરેલ છે. ૧ હજાર કરોડોનો ડ્રગ્‍સનો મોટો જથ્‍થો ગુજરાતના દરીયામાં ચોક્કસ કયા સ્‍થળે ઝડપાયો? તેની સતાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. રાજયની સુરક્ષા એજન્‍સીઓ પાસે ૧ હજાર કરોડના ડ્રગ્‍સ અંગે કોઇ માહીતી નથી.

ડેન્‍જર અને ચાર્લી તથા રોબર્ટ અને રોઝીએ તેના સર્વેમાં ઇરાની બોટમાંથી ૧ હજાર કરોડનું ડ્રગ્‍સ ઝડપાયા અંગે ઇશારો કરેલ કે આ ઇરાની બોટમાં પાંચ વ્‍યકિત માછીમારોના સ્‍વાંગમાં છે. ડ્રગ્‍સના મોટા જથ્‍થા સાથે ઇરાની બોટ ઝડપાઇ તે અંગે સુરક્ષા એજન્‍સીને ઇનપુટ મળ્‍યાની ચર્ચા છે. પરંતુ ગુજરાતના દરીયા કાંઠા ઉપર ચોક્કસ કઇ જગ્‍યાએ ડ્રગ્‍સનો મોટો જથ્‍થો ઝડપાયો તેની સતાવાર વિગતો જાહેર કરાઇ નથી.

ઇરાની બોટમાંથી ઝડપાયેલ ર૦૦ કિલો ડ્રગ્‍સ કે જેની આંતરરાષ્‍ટ્રીય બજાર કિંમત ૧ હજાર કરોડ થાય છે તેવો ડેન્‍જર -ચાર્લી અને રોબર્ટ-રોઝીનો દેશહિત માટેના સર્વે ઉપરથી ઇશારો થયેલ છે. 

(12:03 pm IST)