Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

સોમવારે જેતપુરમાં સમસ્ત ખાંટ રાજપુત સમાજ દ્વારા રાસ મહોત્સવ

હાસ્ય કલાકાર ધીરૃભાઇ સરવૈયા ખાસ ઉપસ્થિત રહેશે

રાજકોટ તા.૬: સમસ્ત ખાટ રાજપુત સમાજ દ્વારા આયોજીત ઓપન ગુજરાત રમઝટ-ર૦રર તા.૧૦ને સોમવારે જેતપુરમાં ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.સમસ્ત ખાંટ રાજપુત સમાજ ઓપન ગુજરાત રમઝટ સમિતિ દ્વારા આ ત્રીજુ ભવ્ય આયોજન કરવામાં આવી રહયુ છે.

આ રમઝટ મહોત્સવમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના સંગીત નાટય અકાદમીના પુર્વ ડીરેકટર અને હાસ્ય સમ્રાટ તેમજ સમસ્ત ખાંટ રાજપુત સમાજના જ્ઞાતિ રત્ન ધીરૃભાઇ સરવૈયા ખાસ ઉપસ્થિત રહેશે.

જેતપુર શહેરના જુનાગઢ રોડ પર ધવલ સ્કુલ સામે આવેલ સપ્તપદી ફાર્મ ખાતે આ મહોત્સવ સમસ્ત ખાંટ રાજપુત સમાજ ઓપન ગુજરાત રમઝટ સમિતિ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ મહોત્સવમાં સમસ્ત ખાંટ રાજપુત સમાજના વિવિધ જિલ્લા તાલુકાના પ્રમુખશ્રી સમાજના રાજકીય હોદેદારો, સમાજના ઉદ્યોગપતિ, સમાજના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો સાથે સમાજના યુવાનો અને ખેલૈયાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

આયોજન સમિતિના આયોજકો અનિલભાઇ મકવાણા, જયેશભાઇ સરવૈયા, જેતપુર, નીતીનભાઇ મકવાણા પેઢલા, જીજ્ઞેશભાઇ કંડોલીયા ડેડરવા, અલ્કેશભાઇ મુળીયા  જુનાગઢ, દિલીપભાઇ સરવૈયા પેઢલા દ્વારા કરવામાં આવેલ છે.

(11:50 am IST)