Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

મોરબીની લીલાપર ચોકડી પાસેથી કારમાં દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો: દેશી દારૂ, કાર સહિત ૩.૧૪ લાખની મત્તા જપ્ત કરી.

મોરબીની લીલાપર ચોકડી પાસેથી પોલીસે કારમાં દેશી દારૂનો ૪૭૫ લીટર જથ્થાની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને દેશી દારૂનો જથ્થો, કાર સહીત ૩.૧૪ લાખનો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન ટીમના નંદલાલ વરમોરા અને વિક્રમ્ભિયા ફૂગસીયાને બાતમી મળી હતી કે ડસ્ટર કાર જીજે ૧૩ સીસી ૪૭૫૬ વાળીમાં અલી મામદ પલેજા અને તેનો ભાઈ ઇમરાન મામદ પ્લેજા(રહે બંને કાલિકા પ્લોટ વાળા)એ ગાડીમાં દેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોય જે ગાડી નવાગામથી લીલાપર બાજુ આવવાની હોય જેથી એલસીબી ટીમે લીલાપર ચોકડી ખાતે વોચ ગોઠવી હતી અને ગાડી જીજે ૧૩ સીસી ૪૭૫૬ વાળી પસાર થતા કારને આંતરી તલાશી લેતા કૈફી પ્રવાહી ૪૭૫ લીટર કીમત રૂ ૯૫૦૦ મળી આવતા દારૂનો જથ્થો અને કાર કીમત રૂ ૩ લાખ મળીને કુલ રૂ ૩,૧૪,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી મનોજ મોહન સાગઠીયા (ઉ.વ.૨૩)( રહે ખાટડીગામ તાચોટીલા વાળા) ને ઝડપી લીધો છે
 અન્ય આરોપી અલી મામદ પલેજા, ઇમરાન મામદ પલેજા રહે બંને કાલિકા પ્લોટ સાયન્ટીફીક રોડ મોરબી અને ભરત શાંતુભાઈ ધાધલ( રહે ખાટડી તા. ચોટીલા વાળા)નું નામ ખુલતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
જે કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એન એચ ચુડાસમા, પીએસઆઈ એ ડી જાડેજા, એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ, AHTU, ટેકનીકલ ટીમના કર્મચારીઓ જોડાયેલ હતા

 

(10:37 pm IST)