Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

સાવરકુંડલાના ગ્રામ વિસ્તારમાં ધમાકેદાર વરસાદ : વીજળીના ધાંધિયા: ચરખડીયાની નદીમાં પૂર આવ્યા

ભારે વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા

અમરેલી : રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા મેઘમહેર વરસાવી રહ્યા છે.ત્યારે અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે.જેના લીધે સાવરકુંડલામાં વીજળીના ધાંધિયા જોવા મળ્યા હતા બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં ચરખડીયાની સ્થાનિક નદીમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઇ હતી.ભારે વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા.

(7:48 pm IST)
  • મોડીરાત્રે રાજકોટના બજરંગવાડી 25 વારિયા પ્લોટ પાસે રાજીવનગર મેઈન રોડ પર રિક્ષામાં અચાનક આગ ભભૂકી : રિક્ષામાં પેટ્રોલ લીક થતું હોવાથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ : આસપાસના રહીશોએ પાણીનો મારો ચલાવ્યો : સદનસીબે કોઈ જાનહાની કે ઇજા નથી access_time 11:29 pm IST

  • દિગ્વિજયસિંહે પૂછ્યો સવાલ : ગોડસે દેશભક્ત છે કે દેશદ્રોહી ? ભાજપ અને બજરંગદળ પર સાધ્યું નિશાન : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહેગ્વાલિયરમાં કાશ્મીર મુદ્દો,નાથુરામ ગોડસે અને આર્ટિકલ 370ને લઈને ભાજપ પર આકરા પ્રહાર કર્યા: દિગ્વિજયસિંહે એમ પણ કહ્યું કે ભાજપ ગાંધીજીને લઇને માત્ર દેખાડો કરે છે access_time 12:24 am IST

  • છત્તીસગઢમાં કેશવાનમાંથી એક કરોડની લૂંટ :ગ્રામજનોએ ચાર લૂંટારૂઓને ઝડપ્યા : 20 લાખનું બંડલ ગાયબ : છત્તીસગઢના બેમેતારા જિલ્લામાં એટીએમ કેશવાનમાંથી એક કરોડની લૂંટ કરીને ભાગતા ચાર સશસ્ત્ર લૂંટારુઓ ગ્રામજનોની મદદથી પોલીસે ઝડપી લીધા : ધરપકડ બાદ લૂંટારુઓ પાસેથી 80 લાખ જપ્ત કર્યા : તમામ લૂંટારુઓ હરિયાણાના રહેવાસી :કેશવાનમાં પંચર થતા ટાયર બદલાવતા વખતે લૂંટારૃઓએ બંદૂકની અણીએ કેશવાન લૂંટી : ભાગતા લૂંટારુઓના વાહન પર ગ્રામજનોએ પથરાવ કર્યો પણ ભાગવામાં સફળ થયા બાદ ગ્રામજનોએ ઘેરી લીધા અને પોલીસની નાકાબંધીમાં સપડાયા access_time 12:42 am IST