Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

અમરેલી જિલ્લામાં સર્વત્ર મેઘસવારી :બગસરામાં 2.5, ગીરગઢડા અને માળિયામાં બે ઇંચ વરસાદ

ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ: ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

અમરેલી : અમરેલી જિલ્લામાં અનેક સ્થળોએ આજે ઝાપટાંથી લઈ ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ધોકડવામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત કોડીનાર તાલુકાના મિતિયાજ, રોણાજ સહિતના ગ્રામ્યપંથકમાં વરસાદી ઝાપટાં પડ્યા છે, જ્યારે બાબરા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ છે. જેને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

(5:57 pm IST)