Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ : ચલાલા અને ગોપાલગ્રામ વચ્ચે ભારે વરસાદ તૂટી પડ્યો : ખેડૂતો ચિંતિત

અમરેલી જિલ્લાના ધારી પંથકમાં વરસાદ વરસ્યો છે. ચલાલા અને ગોપાલગ્રામ વચ્ચેના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સતત વરસાદથી જગતનો તાત ખેડૂત હવે ચિંતામાં મુકાયો છે. ખેતરોમાં પાણી ભરાયેલું રહેતા પાકને નુકસાન થયું છે. જેથી ખેડૂતો હવે મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યાં છે.

(5:56 pm IST)