Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

જેતપુર જામકંડોરણામાં ફોકળનદી પર આવેલ પુલ પહેલા જ વરસાદમાં પાણીમાં તુટી પડ્યો

લુણાગર થી દૂધીવાદરને જોડાતો પુલ ધરાશાયી થતા બંને વચ્ચેનો સંપર્ક અઘરો

જેતપુરમાં જામકંડોરણાનો પુલ ધરાશાયી થયો છે આ પુલ નીચે હાલતો નદી ભરપુર વહી રહી છે. ત્યારે લુણાગર થી દૂધીવાદરને જોડાતો પુલ ધરાશાયી થતા બંને વચ્ચેનો સંપર્ક અઘરો થઈ પડ્યો છે.  

  મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવાયેલા આ બ્રિજને હજુ તો બને માત્ર 9 મહિના થયા હતા ત્યારે પહેલા જ ચોમાસામાં બ્રિજ પાણીમાં વહી ગયો હતો. પાંચ કિમી લાંબા બ્રિજના બાંધકામમાં ભ્રષ્ટાચારની બુ આવી રહી છે.

   ફોકળ ભરપૂર વહે છે. લુણાગદર અને દૂધીવાદરને જોડતો આ પુલ વરસાદને કારણે તુટી પડ્યો છે અને હાલ તેનું રીપેરીંગ કરવુ પણ અઘરૂ થઈ પડ્યુ છે પુલ સુધી પહોંચવાનો 5 કિલોમીટર સુધીનો રસ્તો પણ ધોવાયો છે જેને પરિણામે ત્યાં પહોંચવું અઘરુ થઈ પડ્યુ છે

(5:03 pm IST)