Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

ધોરાજી : પ્રતીક ઉપવાસને બે દિવસ પૂર્ણ

ધોરાજીઃ ધોરાજીમાં ગંદકી, સફાઇ, અને રોગચાળાની સમસ્યાને લઇ માજી સૈનિક ગંભીરસિંહ વાળા દ્વારા પ્રાંત કચેરી બહાર પ્રતીક ઉપવાસ શરૂ કરાયા છે. જેમા બીજા દિવસે રાજકોટ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિઠ્ઠલભાઇ હિરપરા જોડાયા હતા. ઉપવાસી છાવણી ખાતે કોંગ્રેસના નગર સેવકો દિનેશભાઇ વોરા, હનીફમીયા સૈયદ, પ્રફુલભાઇ વઘાસિયા, ધર્મેશભાઇ રાજયગુરુ, વિક્રમભાઇ વઘાસીયા, સામાજીક અગ્રણીઓ  મનસુખભાઇ અંટાળા(ભાજપ) અશોકભાઇ સોંદરવા સીહત આગેવાનોએ ઉપવાસી છાવણી ખાતે મૌખિક સમર્થન આપ્યું હતુ.

ધોરાજીમાં ભયંકર રીતે વકરેલા આ રોગચાળામાં બે જિંદગી હોમાઇ ગઇ છે. અનેક દર્દીઓને વધુ સારવાર માટે મોટા શહેરમા રીફર કરાઇ રહ્યા છે.  ધોરાજીની સરકારી હોસ્પિટલમાં એમ.ડી. ડોકટરની કાયમી નિમણુક નથી. ડોકટરો પર પણ કામનું ભારણ વધી ગયું છે. રોજના ૭૦૦ થી ૮૦૦ દર્દીઓની ઓપીડી સાથોસાથ ઇમરજન્સી વિભાગ સંભાળતા હોય છે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર માટે સક્ષમ ડોકટર નથી. જેથી ફરજીયાત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવુ પડે છે.

(11:54 am IST)