Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

અમરેલી જીલ્લામાં સમી સાંજથી મોડી રાત્રી સુધી મેઘરાજાએ ગગન ગજાવ્યું: વિજળીના ભયાનક કડાકા-ભડાકા સાથે વરસાદ ત્રાટકયો

અમરેલી જિલ્લાના ચાર જળાશયોના દરવાજા ખોલાયાઃ ખેડુતોને નુકશાનઃ કપાસ, મગફળી, તલ સહીત પાકને ભારે નુકશાનઃ ખેડુતોના મોઢે આવેલ કોળીયો ઝુંટવાયો

અમરેલી, તા., પઃ જિલ્લામાં છેલ્લા બે દિવસ સુધી વરાપ નિકળતા ખેડુતોના ચહેરા ઉપર રોનક જોવા મળી રહી હતી. પરંતુ ગઇકાલે સમી સાંજના વાતાવરણમાં પલ્ટો સર્જાતા મોડી રાત્રી સુધી પ્રચંડ વિજ કડાકા ગગન ગજાવતા ભયનો માહોલ સર્જાયો હતો અને અમરેલીમાં એક, બગસરામાં સવા બે, બાબરામાં સવા ઇંચ, રાજુલામાં છાંટા પડયા હતા.

સતત વરસાદ શરૂ રહેતા ખેડુતોએ વાવેલ કપાસ, સીંગ, તલ સહીતના પાકને ભારે નુકશાન થવા પામ્યું હતું.

જિલ્લાના ચાર જેટલા જળાશયો ખોડીયાર ડેમના ત્રણ દરમ્યાન એક ફુટ વડીયા ૧ દરવાજો ૧ ઇંચ રાયડી-૧નો ૧ દરવાજો ૧ ફુટ, ધાતરવડી-રનો ૧ દરવાજો ૧ ફુટ ખોલાયા હતા. ધાતરવડી ૧પ સેમી ઓવર ફલ્લો થયો હતો. જયારે ઠેબીમાં ૮ ફુટ વડીમાં ૧૦ ફુટ જેટલું પાણી યથાવત સ્થિતી રહી છે.

(1:00 pm IST)