Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

કચ્છમાં ૨ અકસ્માતમાં ૬ના મોત

નખત્રાણાના ઉગેડી પાસે ટ્રક અને બોલેરો જીપ વચ્ચે અકસ્માત સર્જાતા દેવીપૂજક પરિવારના ૪ નો ભોગ લેવાયો : ભચાઉના રામવાવના ૨ વ્યકિતઓના ટ્રકે હડફેટે લેતા મોતથી અરેરાટી

ભુજ,તા.૫:કચ્છમાં સર્જાયેલા બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં કુલ ૬ માનવ જિદગીઓ ઉપર પૂર્ણ વિરામ મુકાયું હતું. ગઈકાલે રાત્રે ગાંધીધામ વરસાણા હાઇવે ઉપર ટ્રકે બાઇકને હડફેટે લેતાં ભચાઉના રામવાવના બે વ્યકિતઓના મોત નિપજયા હતા. જગાભાઈ પચાણ રબારી અને નારણભાઇ પુના રબારીએ પોતાના જીવ ખોયા હતા. આજે નખત્રાણાના ઉગેડી પાસે ટ્રક અને બોલેરો જીપ વચ્ચે અકસ્માત સર્જાતાં ભુજના દેવીપૂજક પરિવારના ચાર સભ્યોના અરેરાટી ભર્યા મોત નિપજયા હતા. રામનગરી ભુજમાં રહેતા રામુબેન પરમાર (ઉ.૪૦), હિરુબેન પરમાર (ઉ.૩૫), જયોતિબેન પરમાર (ઉ.૨૦) અને શંભુભાઈ પરમાર (ઉ.૨૦) ના આ અકસ્માતમાં કરુણ મોત નિપજયા હતા. બન્ને બનાવોની તપાસ પોલીસે હાથ ધરી છે.

રાજયમાં અકસ્માતની ઘટનામાં ખુબ વધારો થઈ રહ્યો છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ અકસ્માતની દ્યટનામાં પણ સતત વધારો થતો જાય છે. આજે કચ્છના નખત્રાણાથી આવી જ વધુ એક અકસ્માતની દ્યટના સામે આવી છે. જેમાં ચાર લોકોના કરૂણ મોત નિપજયા છે, જયારે એકની હાલત ગંભીર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નખત્રાણાના ટોડિયા પાસે મેઈન રોડ પર બોલેરો અને ટેલર એક બીજાની સામ સામે અચાનક આવી જતા જબરદસ્ત ટક્કર થઈ. આ ટક્કર એટલી ભયંકર હતી કે, તેમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે, અને ગાડીનો ફૂરચો બોલી ગયો હતો.ઙ્ગઘ

પ્રાપ્ત માહિતી અનુસાર, નખત્રાણાના ટોડિયા પાસે મેઈન રોડ પર બોલેરો અને ટેલર એક બીજાની સામ સામે અચાનક આવી જતા જબરદસ્ત ટક્કર થઈ. આ ટક્કર એટલી ભયંકર હતી કે, તેમાં સવાર ચાર લોકોના દ્યટના સ્થળ પર જ મોત થયા છે, અને ગાડીનો ફૂરચો બોલી ગયો હતો.

ઘટના સ્થળે હાજર રહેલા એક વ્યકિતના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, ચાર લોકો ગાડીની બહાર આવીને પડી ગયા, એક મહિલાનો તો હાથ કપાઈને રસ્તા પર છુટો પડ્યો હતો. શરીર પણ છોલાઈ ગયું હતું. તુરંત સ્થાનિકોએ ૧૦૮ અને પોલીસને જાણ કરવામાં આવતા, સ્થળ પર ટીમ પહોંચી ગઈ પરંતુ ત્યાં સુધીમાં તો ચાર લોકોના મોત થઈ ગયા હતા. જયારે એક ગંભીર રીતે ગાયલ વ્યકિતને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

પોલીસ અનુસાર, બે મહિલા અને બે પુરૂષના આ દુર્ઘટનામાં મોત થયા છે, જયારે એક વ્યકિત ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલમાં અકસ્માત કેવી રીતે સર્જાયો તે મુદ્દે જાણકારી મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે કામગારી હાથ ધરવામાં આવી છે.(૨૨.૯)

(12:04 pm IST)
  • દિગ્વિજયસિંહે પૂછ્યો સવાલ : ગોડસે દેશભક્ત છે કે દેશદ્રોહી ? ભાજપ અને બજરંગદળ પર સાધ્યું નિશાન : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહેગ્વાલિયરમાં કાશ્મીર મુદ્દો,નાથુરામ ગોડસે અને આર્ટિકલ 370ને લઈને ભાજપ પર આકરા પ્રહાર કર્યા: દિગ્વિજયસિંહે એમ પણ કહ્યું કે ભાજપ ગાંધીજીને લઇને માત્ર દેખાડો કરે છે access_time 12:24 am IST

  • દેશની 49 હસ્તીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર વકીલના નિશાના પર છે મુખ્યમંત્રી કેજરીવાલ અને ઇમરાનખાન : વકીલ સુધીરકુમાર ઓઝાએ વડાપ્રધાન મોદીના નામ પર ખુલ્લો પત્ર લખનાર 49 હસ્તીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવી છે : 1996થી અત્યાર સુધીમાં 745 પીઆઈએલ દાખલ કરાવનાર વકીલ સુધીર ઓઝા હવે કેજરીવાલે આરોગ્ય સબંધે કરેલ ટિપ્પણી અને યુનોમાં ઇમરાને કરેલ ભાષણ સામે મોરચો ખોલશે access_time 1:05 am IST

  • બગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST