Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

બાબરા તાલુકા પંચાયતના મહિલા CDPO લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

આંગણવાડીની 27 કાર્યકર બહેનો પાસે લાંચની માગણી કરીહતી

બાબરા તાલુકા પંચાયતના  મહિલા CDPO લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે મહિલા અધિકારીએ આંગણવાડીની કાર્યકર બહેનો પાસે લાંચની માગણી કરી હતી.

બાબરા તાલુકા પંચાયતમાં સીડીપીઓ તરીકે કામ કરતા રેખાબેન ચંદ્રકાંતભાઈ જોષીએ નોકરીમાં હેરાન થવું હોય તો આંગણવાડીની મહિલા કર્મચારીઓને દર મહિને વહિવટ કરવા માટે જણાવ્યું હતું. રાજ્ય સરકારના મહિલા અધિકારીએ આંગણવાડીની 27 કાર્યકર બહેનો પાસે લાંચની માગણી કરી હતી.

આથી આંગણવાડીની કાર્યકરોએ મહિલા અધિકારી દ્વારા માગવામાં આવેલી લાંચ સામે અમેરેલીની ભ્રષ્ટાચાર નિવારણ શાખામાં ફરિયાદ કરી હતી. મહિલા અધિકારીએ આંગણવાડની 23 મહિલા કાર્યકરો પાસે તેમના કામના બદલામાં રૂ.6,900ની લાંચની માગણી કરી હતી. આથી, અમરેલી એસીબી દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું.

 

(10:36 pm IST)