Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

રાજપીપળામાં લાલ ટાવર વિસ્તારમાં રમતા બાળક પર ગોળીબાર :ગોળી કોણીના હાડકામાં ઘુસી ગઈ

ઝાડ પરથી આંબળા તોડતો હોવાથી તેની સજા સ્વરૂપે તેના પર ગોળીબાર;માતા પિતાનો આરોપ

 

રાજપીપળામાં લાલ ટાવર વિસ્તારમાં આવેલા એક મેદાનમાં રમી રહેલા બાળક પર કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ગોળીબાર કરાયો હતો  ગોળી બાળકને ડાબા હાથની કોઈમાં વાગી હતી. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક નજીકના દવાખાને લઈ જવાયો હતો. ડોક્ટરોના જણાવ્યા મુજબ ગોળી બાળકની કોણીના હાડકામાં ઘુસી ગઈ છે અને તેના માટે ઓપરેશન કરવું પડશે

 માત્ર 14 વર્ષના બાળક પર ગોળીબાર કરવામાં આવતા અનેક રહસ્યો ઊભા થયા છે. માતા-પિતાના કહેવા મુજબ બાળક મેદાનમાં આવેલા આંબળાના ઝાડ પરથી આંબળા તોડી રહ્યો હતો, જેની સજા સ્વરૂપે તેના પર ગોળીબાર કરવામાં આવ્યો છે. બાળક ગભરાઈ ગયો હોવાથી હાલ કશું બોલતો નથી

(11:03 pm IST)