Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

સ્વામીનારાયણ મંદિરના પૂ. અપૂર્વમુનિ સ્વામીની ઉપસ્થિતી

ગુજરાત કોટન સીડ કુશર્સ એસોસીએશનની ર૧મી વાર્ષિક સાધારણ સભા

આટકોટ તા. ૬ :.. સૌરાષ્ટ્ર કોટન સીડ કસર્શ એસો. નાં ૩ર માં વાર્ષિક અધિવેશન અને ગુજરાત કોટન સીડ કુસર્શ એસોસીએશન કડીની ર૧ મી વાર્ષિક સાધારણ સભાનો આજે રાજકોટનાં હેમુ ગઢવી નાટય ગૃહ ખાતે સવારે પ્રારંભ થયો હતો.

પ્રતિ વર્ષ યોજાતી આ વાર્ષિક સાધારણ સભાની વિશેષતા એ છે કે આ વર્ષે સૌરાષ્ટ્ર વિભાગ અને ગુજરાત વિભાગ એસો. ની વાર્ષિક સાધારણ સભા એક સાથે યોજાઇ રહી છે.

આજની આ સાધારણ સભામાં કપાસીયાનું પીલાણ કરતા તેલની મીલોના માલિકોને આ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાશે જેમાં ખાસ કરીને આ વર્ષ કપાસનાં  ઉત્પાદનની ચર્ચા, વૈશ્વિક લેવલે બજારની વધઘટ, ભારતમાં આયાત થતાં તેલો અને કપાસીયા ખોળ અંગે નિષ્ણાંતો દ્વારા તેલની મીલોના માલિકોને જાણકારી અપાશે.

આજની આ ૩ર મી વાર્ષિક સાધારણ સભાનો સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ દિપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પ્રારંભમાં મહેમાનોનું સ્વાગત - સન્માન બાદ રાજકોટ સ્વામીનારાયણ મંદિરના અપૂર્વમુનિ સ્વામીએ ઉપસ્થિત વેપારીઓને નિતી-રીતી મુજબ વેપાર કરવાની શીખ આપી  ચોટદાર પ્રવચન આપ્યુ હતું.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર સીડ કુશર્સ એસો. ના પ્રમુખ નટુભાઇ પટેલ, ઉપપ્રમુખ પ્રફુલભાઇ પટેલ, મંત્રી નિખીલભાઇ સહમંત્રી રફિકભાઇ અને ખજાનચી ભીખુભાઇ હાજર રહ્યા હતાં. જયારે ગુજરાત એસો. ના પ્રમુખ દેવચંદભાઇ ઠક્કર, ઉપપ્રમુખ પ્રહલાદભાઇ પટેલ અને પ્રફુલભાઇ પટેલ, ઓલ ગુજરાત જીનર્સ એસો. ના પ્રમુખ દિલીપભાઇ પટેલ, સૌરાષ્ટ્ર જીનર્સ એસો. ના પ્રમુખ ભરતભાઇ વાળા,  ધ્રાંગધ્રાના માજી ધારાસભ્ય અને જીન પ્રેસના વ્યવસાય સાથે સંકળાયેલા હિરાભાઇ પટેલ, ગુજરાતના તેલના પેકીંગના સૌથી મોટા ગજાના વેપારી એન. કે. પ્રોટીન્સના પ્રતિનિધી નિરવભાઇ ઠક્કર, નિખીલભાઇ પટેલ, મહેશભાઇ પટેલ તેમજ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કપાસીયા મીલના માલિકો તેમજ જીનર્સો ઉપસ્થિત રહ્યા હતાં.

(4:49 pm IST)