Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

કોટડાસાંગાણી તાલુકામાં ક્રોપ કટીંગમા દાદાગીરીથી કંટાળી ખેડૂતોની સરકારમાં રજૂઆત

કોટડાસાંગણી, તા.૬: કોટડાસાંગાણી તાલુકાના ખેડુતોના વીમાના સર્વે મામલે તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સીંધવે સરકારઙ્ગ સામે બાયો ચડાવતા તાલુકાના રાજકારણમા સોંપો પડી ગયો છે.એક તરફ સરકાર સામે ખેડુતોનો રોષ ઉકળતા ચરૂની માફક અનેક મુદ્દે ચાલી રહ્યો છે પાકનો પોષણ ક્ષમ ભાવ હોય કે રાસાયણીક ખાતરના વધતા જતા ભાવ એક તરફ સરકાર ચુંટણીનુ વર્ષ હોવાથી સરકારથી નારાજ ખેડુતોને મનાવવા પ્રયાષો કરી રહી છે તો બીજી તરફ સરકારે રીલાયંસ કંપનીને વીમાનુ કામ સોપ્યા ત્યારથીજ ખેડુતોએ ઠેરઠેર વિરોધ નોંધાવ્યો હતો ત્યારે કોટડાસાંગાણી તાલુકાના ભાજપ પ્રમુખે ખેડુતોના પ્રશ્ને સરકાર અને રીલાયંસ કંપની સામે બાયો ચડાવી છે અને સાંસદ કુંડારીયાને તાલુકાના ૪૨ ગામોના સરપંચોને સાથે રાખીને આવેદન પાઠવ્યુ છે જેમા જણાવેલ કે રીલાયંસ કંપનીના કર્મચારીઓ કોટડાસાંગાણી તાલુકાના ગામોમા ક્રોપ કટીંગ કરવા આવે છે ત્યારે તેઓ પોતાની મનમાની કરીને કામગીરી કરે છે તેમજ કોઈપણ ખેતી માલીક કે ગામના સરપંચકે આગેવાનોને સાથે રાખતા નથી તમામને

જેતે વાડિમા ક્રોપ કટીંગ કરાઈ છે તેમની બહાર કાઢવામા આવે છે અને પીયત કરેલા વાડીમાંજ સર્વે કરાઈ છે. સાથે રીલાયંસના કર્મચારીઓ દ્વારા ખેડુતો સાથે મનમાની કરીને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરાઈ છે એક તરફ સરકારી બાબુઓના પાપે કોટડાસાંગાણી લોધીકા જસદણ અને વિંછિયા તાલુકામા વધુ પડતુ કપાસનુ વાવેતર થતુ હોવા છતા મગફળીનુ વાવેતર દર્શાવેલ છે જેના અન્યાયને લઈને પણ ભાજપના આગેવાને સરકારી બાબુઓની ઝાટકણી કાઢિ હતી અને આગામી દિવસોમા સરકાર અને વિમા કંપની રીલાયંસ દ્વારા કોઈ નક્કર પગલા લેવામા નહી આવેતો તાલુકાના તમામ બેતાલીસ ગામના સરપંચો અને ખેડુતોને સાથે રાખીને ગાંધીનગરમા ધામા નાખવાની તૈયારી દર્શાવી હતી ત્યારે તાલુકા ભાજપના પ્રમુખેજ ભાજપ સરકાર સામે ખેડુતોના પ્રશ્ને બાયો ચડાવતા તાલુકાભરના રાજકારણમા સોંપો પડી ગયો છેે.

ખેડુતોને ક્રોપ કટીંગમા સંતોષ થવો જરૂરી છેઃ સાંસદ

આ અંગે સાંસદ મોહનભાઈ કુંડારીયાનો સંપર્ક કરતા જણાવેલ કે કોટડાસાંગાણી તાલુકાના ખેડુતો અને તાલુકા ભાજપ પ્રમુખની રજુઆત સરપંચોને સાથે રાખીને મને રૂબરૂમા મળેલ છે તે અંગે મે કૃષીમંત્રી આર સી ફળદુને લેખીત રજૂઆત કરેલ છે અને જે રીલાયંસ કંપની દ્વારા દાદાગીરી કરી ખેડુતોને અંધારામા રાખીને જે ક્રોપ કટીંગની કામગીરી કરવામા આવે છે તે અયોગ્ય છે જે જરા પણ ચલાવી લેવામા નહી આવે અને સરકાર હંમેશા ખેડુતોની સાથે રહી છે અને ખેડુતોને પુરતો ન્યાય મળશે તેની બાહેંધરી પણ આપી હતી.

(12:17 pm IST)