Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

સુત્રાપાડાના વાવડી ગામે પ્રાથમીક શાળામાં ત્રણ શિક્ષકથી ગ્રામ્યજનોથી ભારે રોષ

વેરાવળ, તા.પઃ વાવડી ગામની પ્રાથમીક શાળામાં ૧૮૧ વિદ્યાર્થીઓ ને માત્ર ૩ શિક્ષક ભણાવતા હોવાથી બાળકોનું વર્ષ બગડે તેવી પરીસ્થિતી હોયજેથી ઉચ્ચકક્ષાએ રજુઆત કરેલ તેમ છતા કોઈ પ્રશ્ન ઉકેલાયેલ ન હોવાથી ભારે રોષ વ્યાપોલ છે વાવડી ગામે પ્રાથમીક શાળા ધો.૧ થી ૮ માં ૧૮૧ વિદ્યાર્થીઓ આજુબાજુના વિસ્તારમાંથી આવે છે છેલ્લા ૬ માસ થી ફકત ૩ શિક્ષકો અભ્યાસ કરાવી રહયા છે જેથી વિદ્યાર્થીઓને શિક્ષણ મળતું નથી આ અંગે અનેક વખત રજુઆતો કરેલ હોય તેમ છતા કોઈ યોગ્ય નિર્ણય નહી આવતા સ્કુલને તાળાબંધી કરાવાની ચીમકી અપાયેલ છે.(૨૩.૩)

(12:12 pm IST)