Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

વાંકાનેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

વાંકાનેર, તા. ૬ :  વાંકાનેરના મચ્છુ નદીના પઢમાં ચાલતા ઘોડી પાસાના જુગાર પર સીટી પોલીસે દરોડો પાડીને જુગાર રમતા ૪ શખ્સોને રૂ. ૧૭,ર૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.  વાંકાનેર સીટી પોલીસે ભાટિયા સોસાયટી પાછળ મચ્છ નદીના પટમાં ઘોડી પાસાનો જુગાર રમતા રાઘવ ભરત મકવાણા હેમત ગુણવંત ભાયાણી, યુનુસ શરીફ કેયડા અને અકિબબાબાને સીટી પોલીસે રૂ. ૧૭,ર૦૦ ની રોકડ સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (૯.૩)

(12:06 pm IST)