Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

આવતીકાલથી મોરબીમાં મુખ્ય માર્ગો અને અન્ય વિસ્‍તારોમાં ખુલ્લામાં રખડતા પશુઓ પકડવાની કામગીરી શરૂ કરાશેઃ પકડાયેલ પશુને છોડવા માટે માલિક પાસેથી ૧૦૦૦ રૂપિયાનો વહીવટી ખર્ચ રૂપે વસુલ કરાશે

મોરબીઃ મોરબી શહેરના મુખ્ય માર્ગો અને અન્ય વિસ્તારોમાં ખુલ્લામાં રખડતા પશુઓ પકડવા માટેનું ટેન્ડર મંજુર કરી દેવામાં આવે છે. ૦૭/૦૯/૨૦૧૯ના રોજ થી પશુ પકડવાની કામગીરી કોન્ટ્રાક્ટ દ્વારા શરુ કરવામાં આવશે તો જેઓના માલિકીના પશુઓ રોડ-રસ્તા પર ફરતા હોય તો પ્રજાહિત વતી વિનંતી કે આપના પશુઓને ખુલ્લામાં ના છોડશો જો ખુલ્લામાં માલિકીના કોઈ પણ પશુ પકડાશે તો મોરબી નગરપાલિકા તેને છોડવા માટે 1000 રૂપિયા વહીવટી ખર્ચ રૂપે માલિક પાસેથી લઇ ને માલિકની ઓળખ જાહેર કરીને પશુઓને છોડવામાં આવશે. તો તમામ પશુપાલન કરતા ઓને વિનંતી કે મોરબીના હિત માટે તાત્કાલિક આપના પશુઓને આપના ઘરે લઈ જાઓ... પ્રજાહિત માટે અને ધાર્મિક લાગણીઓ ના દુભાય તે માટે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સાગર રાડીયા તરફથી વિનંતી કરવામાં આવે છે.

(5:25 pm IST)