Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

જામનગરના વણીક વેપારી સામે ચેકરિટર્ન થતા રાજકોટની કોર્ટમાં થયેલ ફરિયાદ

રાજકોટ તા.૬: રાજકોટમાં રહી કપડાના ટ્રેક ટીશર્ટનું કામકાજ કરતા નિરવભાઇ ઉનડકટએ જામનગરના દેવબાગ પાસે રહેતા વણિક વેપારી કલ્પેશ મહેન્દ્રભાઇ પારેખ તથા તેજલ કલ્પેશભાઇ પારેખ સામે રાજકોટની અદાલતમાં હીસાબ પેટેના રૂ.૨,૩૭,૧૦૦નો ચેક રીર્ટન થવા અંગે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ છે. જેથી અદાલતે સદરહું ફરીયાદને રજીસ્ટરે લઇ આરોપી સામે અદાલતમાં હાજર થવા પ્રોસેસ ઇશ્યુ કરી સમન્સ કરવાનો હુકમ કરેલ છે.

ફરીયાદની હકીકત એવી છે કે આ કામના ફરીયાદી વેપારીએ ઓળખાણ,વિશ્વાસ અને વેપારી સંબંધોના કારણે કલ્પેશ મહેન્દ્રભાઇ પારેખને ટ્રેક અને ટીશર્ટના માલનું વેચાણ કરેલ હતુ અને તે કાયદેસરની લેણી નીકળતી રકમ અંગે કલ્પેશભાઇએ નોટરી રૂબરૂ લખાણ કરી આપેલ અને રૂ.૨,૩૭,૧૦૦નો ફરીયાદી નિરવભાઇને ચેક આપેલ  અને એવું વચન અને વિશ્વાસ આપેલ કે સદરહું ચેક બેંકમાં અમારી સુચના મુજબ રજુ રાખશો એટલે તમારી લેણી નીકળતી રકમ મળી જશે.

આમ આરોપીના સુચના અનુસાર ચેક રજુ રાખતા સદરહું ચેક વસુલાત મેળવવા ફરીયાદીએ તેના બેંક એકાઉન્ટમાં રજુ રાખતા સદરહું ચેક ''ફંડસ ઇનસ્યફીસ્યન્ટ''ના કારણોસર પરત થયેલ. જે બાબતે આરોપીને રજીસ્ટર એ.ડી.થી લીગલ નોટીસ મોકલાવેલ હતી અને આરોપીએ ચેકની રકમ ચુકવવા દરકાર ન કરતા આ કામના ફરીયાદીએ રાજકોટની કોર્ટમાં નેગોશ્યેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ છે. અને કોર્ટ દ્વારા કેસની ગંભીરતા અને ફરીયાદીની હકીકતને ધ્યાને રાખી ફોજદારી કેસ તરીકે રજીસ્ટરે લેવા હુકમ કરેલ છે. અને સમન્સ ઇસ્યુ કરી અદાલતમાં હાજર થવા હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી નિરવભાઇ ઉનડકટ વતી યુવા એડવોકેટ જયવીર બારૈયા, મીલન જોષી, રવિરાજસિંહ જાડેજા, દીપ વ્યાસ, નયન મણીયાર એડવોકેટ તરીકે રોકાયેલા છે.

(3:31 pm IST)