Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

જામનગરના રણજીતસાગર ડેમમાં ત્રણ ફૂટ નવા નીરની આવક ;જળસપાટી 20 ફૂટે પહોંચી

બાલંભડી, ઉમિયાસાગર, આજી-4 અને ફુલજરમાં પાણીની આવક

જામનગર : ઉપરવાસમાં સતત વરસાદ થતા બાલંભડી, ઉમિયાસાગર, આજી-4 અને ફુલજરમાં પાણીની આવક થઈ રહી છે. જામનગરની જીવાદોરી સમા રણજિત સાગર ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે. હાલમાં ડેમમાં 3 ફૂટ નવા નીરની આવક થઈ છે. પાણીની આવક થતાં ડેમની સપાટી વધીને 20 ફૂટે પહોંચી છે.

(1:51 pm IST)