Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

જુનાગઢના ૬ શખ્સો સામે રૂ.૩.૧૭ કરોડની છેતરપીંડી-વિશ્વાસઘાતની ફરિયાદનાં પગલે તપાસ

ધંધામાં રોકાણ કરવાનાં બહાને નાણાં લઇ પરત ન કર્યા

જુનાગઢ,તા.૬: જુનાગઢનાં ૬ શખ્સોએ રૂ. ૩.૧૭ કરોડની છેતરપીંડી આચરી વિશ્વાસઘાત કરતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જુનાગઢમાં એસ.ટી રોડ પર આવેલ રામકૃષ્ણ સોસાયડીમાં રહેતા સીંધી રેખાબેન કનૈયાલાલ ખટવાણી (ઉવ.૪૬) એ જુનાગઢનાં નોબલનગરમાં રહેતા સીધી ઇન્દુકુમાર તોતરામ પારવાણી તેમજ તેના બે ભાઇઓ મનોજ પારવાણી તથા મહેશ પારવાણી ઉપરાંત ભાવેશ મહેશ પારવાણી, કૈલાસ તોતારામ અને તોતારામ ખાનચંદ પારવાણી સામે ગત સાંજે બી ડીવીઝન પોલીસમાં છેતરપીડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.

જેમાં પોલીસે તમામની સામે કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૨૦ બી મુજબ ગુનો નોંધી ધોરણ સખ્તી કાર્યવાહી કરી હતી.

મહિલાએ તેની ફરિયાદમાં જણાવેલ કે આ શખ્સો તેમના ધંધામાં રોકાણ કરવાના બહાને રેખાબેન પાસેથી રોકડા તેમજ બેંક મારફતે રૂ.૫૦.૫૦ લાખની રકમ મેળવેલ અને પરત કરેલ નહિ.

તેમજ આ ૬ એ શખ્સોએ રેખાબેન ઉપરાંત અન્ય આસાનીઓ પાસેથછ પણ બેંગ બનાવવાના ધંધામાં રોકાણનું બહાનું બતાવી રૂ.૨.૬૬ કરોડની રકમ મેળવી હતી.

આમ કુલ રૂ. ૩ કરોડ ૧૭ લાખની છેતરપીંડી વિશ્વાસઘાત આ તરફ પીઆઇ .આઇ.આર.બી. સોલંકીએ તમામની ઘરપકડ માટેના ચકો ગતિનિધી કર્યા છે.

(1:22 pm IST)